છોટાઉદેપુરના ભાજપના સાંસદ ગીતાબેન રાઠવાનો લેટર બોમ્બ કલેક્ટર આઇએએસ સ્તુતિ ચારણ પર પડયો છે. ગીતાબેન રાઠવાએ કલેક્ટર સ્તુતિ ચારણને પત્ર લખીને આરોપ મૂક્યો છે કે કલેક્ટર કચેરીમાં લાંચ આપ્યા વગર કોઈ કામ થતું નથી. મહેસૂલ અને જમીન માપણી વિભાગ ખેડૂતોને ઉડાઉ જવાબ આપે છે. સાંસદ દ્વારા કલેક્ટરને પત્રમાં તેમને ત્યાં આવેલી અરજીઓનો પાંચ દિવસમાં નિકાલ કરવાની ચેતવણી આપવામાં આવી છે.
ભાજપના સાંસદ ગીતાબેન રાઠવાએ લખેલા પત્રમાં લખ્યું છે કે છોટાઉદેપુર જિલ્લામાં મહેસુલ શાખા અને જમીન માપણી માટે ભારે ગેરરીતિની ફરિયાદ થઈ આવી છે. તેમણે કલેક્ટર પર બેદરકારીનો આરોપ મૂક્યો છે. તેમણે પત્રમાં કહ્યું હતું કે જિલ્લાની પ્રજા આખરે ક્યાં જાય આપ જિલ્લાના વડા છો. આપના હસ્તકની કચેરીમાં લાંચ વિના કોઈ કામ થતું નથી તેવું જણાય આવે છે. આપની મહેસૂલ શાખા દ્વારા ખેડૂત ખાતેદારોને ખેડુત ખરાઇના દાખલા મેળવવા માટે લાખો રૂપિયાની લેતી દેતીનો આક્ષેપ એક પ્રતિષ્ઠિત નિવૃત કર્મચારી જમીલખાન પઠાણ, નિવૃત ફોરેસ્ટ ઑફિસર તેમજ એક સામાન્ય ખેડૂત ખાતેદાર દ્વારા કરવામાં આવેલ છે.
પત્રમાં આગળ લખ્યું છે કે આ સિવાયના જમીન માપણી માટે ઘણા ખાતેદારોની અમોને ઘણી મૌખિક રજૂઆત મળે છે કે ઓનલાઇન અરજી કર્યા પછી પણ જમીન માપણીવાળા ઉડાવ જવાબ આપીને આવતા નથી. આપનો વહીવટીતંત્ર સાથે કોઈ તાલમેળ નથી તેમ જણાય છે. માટે સામેલ પત્રનો દિન પાંચમાં નિકાલ કરી તાત્કાલિક વહીવટ સુધારવા વિનંતી છે.
આ પણ વાંચોઃ Train Cancelled/ ભારે વરસાદના લીધે વડોદરા ડિવિઝનની 14 ટ્રેનો રદ
આ પણ વાંચોઃ Mayawati’s Big Statement/ માયાવતીનું મોટું નિવેદન ‘BSP યુનિફોર્મ સિવિલ કોડની વિરુદ્ધ નથી, પરંતુ ભાજપની પદ્ધતિ ખોટી છે’
આ પણ વાંચોઃ Saurashtra-Hiran Dam/ સૌરાષ્ટ્રમાં ગીરનો હિરણ ડેમ ભરાવવાની તૈયારીમાંઃ નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ
આ પણ વાંચોઃ Dharoi Dam/ મહેસાણામાં ધરોઈ ડેમ ભરાવવાની તૈયારીમાઃ પાણીની નોંધપાત્ર આવક
આ પણ વાંચોઃ Twitter New Rules/ મસ્કે યૂઝર્સના ટ્વિટ પર લગાવી લિમિટ, ડેટા સ્ક્રેપિંગને વિપરીત કરવા માટે કરી જાહેરાત