Not Set/ PM મોદીએ લાલ કિલ્લામાં સુભાષચંદ્ર બોઝ મ્યુઝિયમનું કર્યું ઉદ્ઘાટન

દિલ્હી, સુભાષચંદ્ર બોઝની આજે 122મી જન્મ જયંતિ છે. જેની પીએમ દ્વારા શ્રદ્ઘાંજલિ પાઠવવામાં આવી છે. ટ્વીટર પર ટ્વીટ કરીને પીએમ મોદીએ સુભાષચંદ્ર બોઝને શ્રદ્ઘાંજલિ પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે જન્મજયંતિ નિમિતે પીએમ લાલ કિલ્લામાં મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું હતું અને બોઝના જીવન સાથે જોડાયેલ વસ્તુઓનું પ્રદર્શન પણ નિહાળ્યું હતું. આ મ્યુઝિયમમાં આઝાદ હિંદ ફોજ મામલે પણ […]

Top Stories India Videos
mantavya 399 PM મોદીએ લાલ કિલ્લામાં સુભાષચંદ્ર બોઝ મ્યુઝિયમનું કર્યું ઉદ્ઘાટન

દિલ્હી,

સુભાષચંદ્ર બોઝની આજે 122મી જન્મ જયંતિ છે. જેની પીએમ દ્વારા શ્રદ્ઘાંજલિ પાઠવવામાં આવી છે. ટ્વીટર પર ટ્વીટ કરીને પીએમ મોદીએ સુભાષચંદ્ર બોઝને શ્રદ્ઘાંજલિ પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે જન્મજયંતિ નિમિતે પીએમ લાલ કિલ્લામાં મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું હતું અને બોઝના જીવન સાથે જોડાયેલ વસ્તુઓનું પ્રદર્શન પણ નિહાળ્યું હતું. આ મ્યુઝિયમમાં આઝાદ હિંદ ફોજ મામલે પણ વિશેષ માહિતી મળશે.

આ મ્યુઝિયમમાં નેતાજી દ્વારા ઉપયોગ કરાયેલ લાકડાની ખુરશી અને તલવાર સિવાય આઇએનએ સાથે સંબંધિત પદક, બેજ, વર્દી, અને બીજી વસ્તુઓ સામેલ છે. ઉલ્લેખનીય છેક કે INAની વિરૂદ્ધ જે કેસ નોંધાયો હતો, તેની સુનવણી લાલ કિલ્લામાં જ થયું હતું. આ જ કારણ છે કે અહીં પર સંગ્રહાલય બનાવ્યું છે.

સંગ્રહાલયમાં આવનારા લોકોને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરાયું છે, જેમાં ફોટો, પેન્ટિંગ,અખબારની ક્લિપિંગ, પ્રાચીન રેકોર્ડ, ઓડિયો-વીડિયો ક્લિપ, એનિમેશન અને મલ્ટીમીડિયાની સુવિધા હશે.

સુભાષ ચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી, 1897ના રોજ ઓરિસ્સાના કટકમાં થયો હતો. તેમના પિતાનું નામ જાનકીનાથ બોઝ અને માતાનું નામ પ્રભાવતી હતું. પોતાના જાહેરજીવનમાં નેતાજીને કુલ 11 વખત જેલની સજા થઇ હતી.

અંગ્રેજોની વિરૂદ્ધ યુદ્ધ માટે તેમણે આઝાદ હિન્દ ફૌજની રચના કરી અને યુવાનોને ‘તમે મને ખૂન આપો, હું તમને આઝાદી અપાવીશ’નું સૂત્ર આપ્યું હતું.