Education/ શાળા ખોલવા અંગે સંચાલકો-વિદ્યાર્થીને કોરોના થાય તો અમારી જવાબદારી નહી

કોરોના મહામારીનાં કારણે છેલ્લા ઘણા મહિનાઓથી શાળાઓ બંધ છે. વિદ્યાર્થીઓનાં વાલી પણ આ સમયે તેમના બાળકોને શાળાએ મોકલવાની ના પર અડી રહ્યા છે.

Top Stories Gujarat
sss 25 શાળા ખોલવા અંગે સંચાલકો-વિદ્યાર્થીને કોરોના થાય તો અમારી જવાબદારી નહી

કોરોના મહામારીનાં કારણે છેલ્લા ઘણા મહિનાઓથી શાળાઓ બંધ છે. વિદ્યાર્થીઓનાં વાલી પણ આ સમયે તેમના બાળકોને શાળાએ મોકલવાની ના પર અડી રહ્યા છે. ત્યારે શિક્ષણ મંત્રીની સૂચનાથી ગ્રામ્ય DEO દ્વારા મંગાવવામાં આવેલા મંતવ્યોમાં શાળા સંચાલકોએ શાળા શરૂ કરવાની તૈયારી દર્શાવી છે.

આપને જણાવી દઇએ કે, શાળા સંચાલકોએ કહ્યુ છે કે, શાળાએ આવતા વિદ્યાર્થીને જો કોરોના થાય છે તો તેમા અમારી જવાબદારી રહેશે નહીં. શાળા સંચાલકોનું મંતવ્ય છે કે, શરૂઆતમાં ધોરણ 10 અને 12 શરૂ કરવા જોઇએ અને ત્યાર બાદ તેના પરિણામોને આધારે અન્ય ધોરણો શરૂ કરવા જોઈએ.

જો કે દિવાળી બાદ શાળાઓ ખોલવાની શાળા સંચાલકો પૂરી તૈયારી બતાવી રહ્યા છે. છેલ્લા ઘણા મહિનાઓથી ઓનલાઇન ક્લાસિસ ચાલતા હોવાના કારણે હવે વિદ્યાર્થીઓ પણ કંટાળી ગયા છે. જે માહોલ શાળાએ મળે તે ઘર ગમે તેટલુ પણ ચાહતા તેમને મળી રહ્યો નથી. આ જ કારણથી ઘણા વિદ્યાર્થીઓ શાળાને યાદ કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ શાળા સંચાલકો શાળા ખોલવાનુ તો કહી જ રહ્યા છે પરંતુ કોઇપણ વિદ્યાર્થીને કોરોના ન થાય તેની જવાબદારીથી દૂર ભાગતા પણ દેખાઇ રહ્યા છે.