Not Set/ ઓસ્ટ્રેલિયામાં ઓમીક્રોન વેરિયન્ટની એન્ટ્રી,2 મુસાફરો પોઝિટિવ

સાઉથ આફ્રિકામાંથી કોરોનાના નવા વેરિઅન્ટ ઓમીક્રોન મળી આવતા હાહાકાર મચી જવા પામ્યો છે,નવા વેરિઅન્ટના લીધે સમગ્ર વિશ્વ સ્તબ્ધ થઇ ગયું છે

Top Stories World
OMICRON ઓસ્ટ્રેલિયામાં ઓમીક્રોન વેરિયન્ટની એન્ટ્રી,2 મુસાફરો પોઝિટિવ

સાઉથ આફ્રિકામાંથી કોરોનાના નવા વેરિઅન્ટ ઓમીક્રોન મળી આવતા હાહાકાર મચી જવા પામ્યો છે,નવા વેરિઅન્ટના લીધે સમગ્ર વિશ્વ સ્તબ્ધ થઇ ગયું છે. કોરોનાના લીધે પરિસ્થતિ બેકાબૂ ના બને તે માટે હવે તમામ દેશો પહેલાથી જ અગમચેતી પગલાં લઇ રહ્યા છે. ઓસ્ટ્રેલિયામાં ઓમીક્રોન વેરિયન્ટની એન્ટ્રી થઇ છે. દક્ષિણ આફ્રિકાથી સિડની આવેલા બેના રિપોર્ટ પોઝિટીવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ માહિતી ન્યુ સાઉથ વેલ્સ હેલ્થ વિભાગે જાહેર કરી છે. આ બન્ને મુસાફરો 27 નવેમ્બના રોજ સિડની આવ્યા હતા,આ બન્નેએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધા છે તે છંતા પણ તેઓ ઓમીક્રોનની ઝપેટમાં આવી ગયા છે. 260માંથી 12 મુસાફરો આઇસોલેશન હેઠળ છે.સરકારે અગમચેતી પગલાં લઇને એલર્ટ જારી કરી ધીધું છે.

હાલમાં દક્ષિણ આફ્રિકામથી મળી આવેલા કોરોના વાઇરસના નવા વેરીએંટ ઓમિક્રોન દુનિયાભરમાં દહેશત ફેલાવી રહ્યું છે. ત્યારે છેલ્લા ચાર દિવસમાં આ વાઇરસે દુનિયાના 8 દેશોમાં એન્ટ્રી પણ કરી છે. જેમાં દક્ષિણ આફ્રિકા, ઈઝરાયેલ, હોંગકોંગ, બોત્સ્વાના, બેલ્જિયમ, જર્મની, ચેક રિપબ્લિક અને યુકેનો સમાવેશ થાય છે. દક્ષિણ આફ્રિકાએ 24 નવેમ્બરના રોજ વિશ્વ આરોગ્ય સંસ્થાને ઓમિક્રોનના પ્રથમ કેસ વિશે જાણ કરી હતી. WHOએ દક્ષિણ એશિયાના દેશોને નવા વેરિઅન્ટને લઈને ખાસ સાવચેતી રાખવાની સૂચના આપી છે.

નવો અને સૌથી ખતરનાક પ્રકાર જર્મની અને બ્રિટન પહોંચ્યો હતો. જર્મનીના સામાજિક બાબતોના મંત્રી કાઈ ક્લોસે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે. ક્લોસે કહ્યું કે આ નવું વેરિઅન્ટ જર્મનીમાં ઘણા દિવસો પહેલા દાખલ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે દક્ષિણ આફ્રિકાથી પરત ફરી રહેલા યાત્રીના ટેસ્ટ રિપોર્ટમાં ઓમિક્રોનના મ્યુટન્ટ્સ મળી આવ્યા છે. આ મુસાફરને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યો છે. બીજી તરફ, બ્રિટનના સ્વાસ્થ્ય સચિવે ઓમિક્રોનના બે કેસની પુષ્ટિ કરી છે.

ઓસ્ટ્રેલિયામાં ઓમીક્રોન વેરિયન્ટની એન્ટ્રી
દક્ષિણ આફ્રિકાથી સિડની આવેલા બેના રિપોર્ટ પોઝિટિવ
ન્યુ સાઉથ વેલ્સ હેલ્થ વિભાગે કર્યું જાહેર
બંને મુસાફર 27 નવેમ્બરે આવ્યાં હતા સિડની
બંનેએ કોવીડ રસીના બન્ને ડોઝ લીધા હતા
260 માંથી 12 મુસાફરો આઇસોલેશન હેઠળ