સાબરકાંઠા/ ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત MLA હિતુ કનોડિયા દ્વારા લાભાર્થીઓને સહાય વિતરણ

ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત MLA હિતુ કનોડિયા દ્વારા લાભાર્થીઓને સહાય વિતરણ

Gujarat Others
bachu khabad 6 ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત MLA હિતુ કનોડિયા દ્વારા લાભાર્થીઓને સહાય વિતરણ

@જય સુરતી, સાબરકાંઠા.
૨૫ ડિસેમ્બરે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ.અટલબિહારી વાજપયીના જન્મ દિવસને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વર્ષ-૨૦૧૪થી સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવેછે આ વર્ષે ૨૫ ડિસેમ્બરે રાજ્ય સરકાર દ્વારા સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે સાત પગલાં ખેડૂત કલ્યાણના કાર્યક્રમ અંતર્ગત યોજનાઓના લાભાર્થીઓને સાધન સામગ્રી સાથે સહાય વિતરણ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.
સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે સાત પગલાં ખેડુત કલ્યાણ અંતર્ગત ચાલુ વર્ષ-૨૦૨૦ -૨૧માં ખેડુતોને સંપૂર્ણ દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવાની યોજના, પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ દ્વારા જીવામૃત બનાવવા સારુ લાભાર્થીઓને નિદર્શન કીટમાં ૭૫ ટકા સહાયની યોજના, કૃષિ ઉત્પાદનોમાં પરિવહન માટે મીડીયમ સાઇઝના ગુડ્ઝ કેરેઝ વાહનની ખરીદી ઉપર નાણાંકીય સહાય આપવાની કિસાન પરિવહન યોજના, ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/ શેડ કવર પુરા પાડવાની યોજના, ખેડુતોને પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે સહાય આપવાની મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના, સર્વગ્રાહી યોજનાઓના લાભાર્થીઓને સાધન સામગ્રી સાથે સહાય વિતરણ તેમજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ પ્રધાનમંત્રીશ્રી દ્વારા બટન દબાવીને આશરે ૯ કરોડ ખેડુતોના બેંક એકાઉન્ટમાં સીધી આશરે રૂ. ૧૮,૦૦૦ કરોડની રકમ ખેડુતોને આપવામાં આવશે.

સાબરકાંઠા જિલ્લામાં ૮ જગ્યાએ સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી જેને લઈ ઈડર સાપાવાડા એ.પી.એમ સી.માર્કેટમાં યાર્ડ ખાતે સુશાસન દિવસની ઉજવણી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં માસ્ક,સોશીયલ ડિસ્ટન્સ,સેનેટાઈઝર અને ટેમ્પ્રેચર ગનથી તાપમાન ચેક કરી બેઠકના સ્થળે ખેડૂતોને પ્રવેશ આપવામાં આવ્યો હતો કાર્યક્રમમાં ઉપસ્થિ ધારાસભ્ય હિતુભાઈ કનોડિયા દ્વારા લાભાર્થી ઓને કીટ વિતરણ કરવામાં આવી હતી.

Bodeli / કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરેલા ત્રણ કૃષિ કાયદાઓથી ખેડૂતોની આ…

Gujarat / એઇમ્સના ખાતમુહુર્ત માટે વડાપ્રધાન મોદીનું 31મી એ થઈ શકે છે ર…

ભષ્ટાચાર / લેન્ડ ગ્રેબિંગ એક્ટથી ભષ્ટાચાર પર પણ લગામ, અન્ય ક્ષેત્રોનો ઉ…

Political / બસપા પ્રમુખ માયાવતીએ સરકારને જાણો શું કરી માંગ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…