Not Set/ તાત્કાલિક સારવાર માટે વધુ રાહ નહિ જોવી પડે, રાજ્યમાં શરુ થઇ એર એમ્બ્યુલન્સ સેવા

અન્ય રાજ્યમાં સારવાર લેવા ઇચ્છતા દર્દીઓ માટે એરપોર્ટ ટુ એરપોર્ટ સર્વિસ શરૂ કરાઇ છે. ડોક્ટર સહિતના તમામ મેડિકલ સંસાધનોથી એર એમ્બ્યુલન્સને સજજ કરવામાં આવી છે.

Top Stories Gujarat
khel 2 તાત્કાલિક સારવાર માટે વધુ રાહ નહિ જોવી પડે, રાજ્યમાં શરુ થઇ એર એમ્બ્યુલન્સ સેવા

રાજ્યના નાગરિકોને ઉડ્ડયનની સેવાઓ સત્વરે પુરી પાડવા રાજ્ય સરકારે નાગરીકોને આકસ્મિક સંજોગોમાં ૧૦૮ની જેમ એર એમ્બ્યુલન્સની સેવા ઉપલબ્ધ બનાવવા દેશભરમાં ગુજરાતે સૌપ્રથમવાર આયોજન કરીને કેન્દ્ર સરકારને દરખાસ્ત કરી હતી. જે અનુસંસંધાને હવે ગુજરાતમાં એર એમ્બ્યુલન્સની સેવા શરુ થવા જીઈરહી છે.  રાજ્યના નાગરિકોને હવે તાત્કાલિક સારવાર માટે વધુ રાહ નહિ જોવી પડે.

અન્ય રાજ્યમાં સારવાર લેવા ઇચ્છતા દર્દીઓ માટે એરપોર્ટ ટુ એરપોર્ટ સર્વિસ શરૂ કરાઇ છે. ડોક્ટર સહિતના તમામ મેડિકલ સંસાધનોથી એર એમ્બ્યુલન્સને સજજ કરવામાં આવી છે. ગુજરાતના લોકો 108ની જેમ જ એર એમ્બ્યુલન્સ સેવાનો લાભ લઇ શકશે.એર એમ્બ્યુલન્સ માટે પ્રતિ કલાક રૂપિયા 50 હજારથી લઇ રૂપિયા 65 હજારનો દર નક્કી કરવામાં આવ્યો છે.

રાજ્ય ઉડયન મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, સૌપ્રથમવાર ૧૦૮ની જેમ એર એમ્બ્યુલન્સની સેવાઓ મળે તે માટે રાજ્ય સરકારે આયોજન કર્યુ છે. જેમાં ૧૦૮ દ્ધારા સેવાઓની જરૂરીયાત માટે કોલ આવે તો કલાકના રૂ.૫૦૦૦૦/- લેખે, હોસ્પિટલમાંથી કોલ આવે તો રૂ.૫૫૦૦૦/- તથા કોઈ વ્યક્તિ કે નાગરિક દ્ધારા આ સેવાઓ માટે કોલ કરવામાં આવશે તો રૂ.૬૦૦૦૦/-નું ભાડૂ નિયત કરવામાં આવ્યુ છે.

Photos/ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર ગ્લેન મેક્સવેલે ભારતીય મૂળની યુવતી સાથે કર્યા લગ્ન, જુઓ વાયરલ તસવીરો

આસ્થા/ કાશીના મણિકર્ણિકા ઘાટ પર રમાતી ચિતાની રાખ સાથેની હોળી, જુઓ ફોટા