Cyclone Biparjoy/ 14-15 જુનને લઈને સંભવિત વાવાઝોડાને લઈને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ, તમામ કામગીરીને અપાયો આખરી ઓપ

જીલ્લામાં 25 જેટલા શેલ્ટર હોમ તૈયાર કરવામાં આવ્યા છે. રહેવાની, જમવાની, પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.  જનરેટરની તેમજ દવાના પૂરતા જથ્થાની વ્યવસ્થા કરાઈ છે.

Top Stories Gujarat Others
જૂનાગઢ

અરબ સાગરમાં સર્જાયેલો ચક્રવાત ‘બિપરજોય’ હવે અતિપ્રચંડ બની રહ્યો છે. હાલ ‘બિપરજોય’ વાવાઝોડું પોરબંદરથી 320 કિલોમીટર, જ્યારે દ્વારકાથી 290 તેમજ જખૌ પોર્ટથી 320 અને નલિયાથી 330 કિલોમીટર દૂર છે. વાવાઝોડું હાલ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 15 જૂને વાવાઝોડું ત્રાટકી શકે છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે, ત્યારે કલેક્ટર રાણાવસિયા એ જણાવ્યું કે, હવામાન વિભાગની આગાહી મુજબ તા. 14 તથા 15 ના રોજ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. સાથે જ 60 થી 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ત્યારે આ સ્થિતિમાં જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને અને તેમના જાનમાલને કોઈ પણ પ્રકારની નુકસાની ન થાય તે માટે તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

 આ સાથે જૂનાગઢ જિલ્લાના દરિયાકાંઠાના માંગરોળ અને માળીયા હાટીના તાલુકાના 47 ગામોમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને આ વિસ્તારના માછીમારો ને પણ દરિયો ન ખેડવા જણાવવામાં આવ્યું છે તથા દરિયાકાંઠે કોઈ વિડીયો બનાવવા વગેરે કારણોસર ન જાય તે માટે મરીન પોલીસ સહિતની સંબંધિત એજન્સીઓ સાથે સંકલન કરવામાં આવ્યું છે. તથા જિલ્લાની એક પણ બોટ દરિયાઈ વિસ્તારમાં નથી તેમ કલેકટર એ જણાવ્યું હતું.

વાવાઝોડાંની સ્થિતિમાં વીજ પુરવઠો ખોરવાઈ જવાની અને વીજ પોલ ધરાશાયી થવાની શક્યતાઓ રહેલી છે, ત્યારે વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે પીજીવીસીએલની 122 જેટલી ટીમો તૈયાર રાખવામાં આવી છે અને થાંભલાઓ અને અન્ય મટીરીયલ્સ અણધારી પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર રાખવામાં આવ્યું છે.

વાવાઝોડાની પરિસ્થિતિને લઈ લોકોને સ્થળાંતર કરવામાં આવે તો જીલ્લામાં 25 જેટલા શેલ્ટર હોમ તૈયાર કરવામાં આવ્યા છે. જ્યાં લોકોને રહેવાની, જમવાની, પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.  તેમજ આ વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઈ નજીકની શાળાઓમાં પણ જરૂર પડે તો લોકોને સ્થળાંતર કરવાની તૈયારી તંત્ર દ્વારા કરવામાં આવી છે. જનરેટરની તેમજ દવાના પૂરતા જથ્થાની વ્યવસ્થા કરાઈ છે. જિલ્લા પંચાયત અને આરએનબી સ્ટેટના જે રોડ છે તે વિસ્તારમાં આવેલા કોઝ વે પર પણ એલર્ટ રાખવા GRD જવાન રાખવાની સૂચના આપવામાં આવી છે,  વિશેષ કરીને જોખમી અને ભયજનક વિસ્તારોમાથી પ્રસુતાઓનું જે આ દિવસ દરમિયાન તેમના સંતાનને જન્મ આપવાની હશે તેવી તમામ મહિલાઓને અગાઉથી જ આરોગ્ય કેન્દ્ર મોકલી અપાયા છે અથવા તેઓને કોઇપણ આકસ્મિક પરિસ્થિતિમાં સૌથી પહેલાં સારવાર મળે તે મુજબ હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા પણ કરાઈ છે આરોગ્ય કેન્દ્રમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. 122 જેટલી PGVCLની ટીમ એક્ટીવ કરાવાઈ છે. રાહત બચાવ કામગીરી માટેની ટીમ પણ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.

જૂનાગઢ જિલ્લામાં સંભવિત વાવાઝોડામાં લોકોને મદદ પહોંચાડવા માટે 21 હજાર જેટલા ફૂડ પેકેટ તૈયાર કરી દેવામાં આવ્યા છે. તેમજ વધુ ૨૫ થી ૩૦ હજાર જેટલા ફૂડ પેકેટ તૈયાર કરવાની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે. તૈયાર થયેલા ફુડ પેકેટને તાલુકા કક્ષાએ પહોંચાડી દેવામાં આવ્યા છે. આમ ત્યાંથી જરૂરિયાતમંદો ફૂડ પેકેટ પહોંચાડવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર જુનાગઢ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં બિપરજોય વાવાઝોડુંનું સંકટ મંડરાઈ રહ્યું છે.

બિપરજોય સાઈકલોનની સંભવિત પરિસ્થિતિને ધ્યાને રાખી બોરદેવી વિસ્તાર,અંબાજી મંદિર,દાતાર,મધુરા,ઇન્દ્રેશ્વર જેવા યાત્રાધામ સ્થળો હાલ પૂરતા નાગરિકોને પ્રવેશ બંધ રાખેલ છે.

બિપરજોય વાવાઝોડાના અનુસંધાને વહીવટી તંત્ર દ્વારા 9 જેટલા કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યાં છે. જેમાં જૂનાગઢ ગ્રામ્ય અને શહેર તાલુકા માટે 0285 -2636595 , વંથલી 02872 – 222046, માણાવદર 02874-221440 , મેંદરડા 02872 – 241329 , માળીયા હાટીના 02870 – 222232 , ભેંસાણ – 02873 -253426 , વિસાવદર 02873 222056, કેશોદ 02871-236043 અને માંગરોળમાં 02878 – 222009 પર સંપર્ક કરી નાગરિકો જરૂરી સહાયતા મેળવી શકશે.

આ પણ વાંચોઃ ચક્રવાત બિપરજોય/ બિપરજોય વાવાઝોડાની અસરઃ જાફરાબાદના દરિયામાં 30 ફૂટના ઉછળ્યા મોજા

આ પણ વાંચોઃ Cyclone Biparjoy/ બિપરજોય વાવાઝોડાને લઈને વન વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો શું કહ્યું

આ પણ વાંચોઃ Cyclone Biparjoy/ વાવાઝોડાની અસરથી જાફરાબાદના દરિયામાં ભારે કરંટ, મરીન ટાસ્ક ફોર્સ કમાન્ડો ટીમ તૈનાત

આ પણ વાંચોઃ સૌરાષ્ટ્ર-વાવાઝોડું-વરસાદ/ વાવાઝોડા પૂર્વે સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગઃ આઠ-આઠ ઇંચ વરસાદ

આ પણ વાંચોઃ ચક્રવાત બિપરજોય/ બિપરજોયનો સામનો કરવા અમિત શાહે યોજી બેઠક