ગુજરાતમાં વિધાનસભા ગણતરીના દિવસો જ બાકિ રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણીની બાગડોર સંભાળી લીધી છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 સભાઓ સંબોધશે.સુરેન્દ્રનગરમાં સભા પહેલા મુખ્યમંત્રીએ સંબધી હતી દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સુરેન્દ્રનગર ખાતે વિજય સંકલ્પ સંમેલનમાં જનતાને સંબોધન આપ્યું હતું. વડાપ્રધાન મોદી પણ આ વિજય સંકલ્પ સંમેલનમાં હાજર રહ્યા છે.
અહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે નર્મદા યોજનાની સફળતા નરેન્દ્ર મોદીની મહેનતનું જ પરિણામ છે. આની સાથે ભૂપેન્દ્ર પટેલે આરોગ્ય, શિક્ષણ જગતમાં થયેલી સફળ કામગીરી વિશે પણ ચર્ચા કરી હતી.બાદમાં નરેન્દ્ર મોદી સભા સંબોધન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે મને સંતોના આશીર્વાદ મળ્યા છે. જનમેદની જોતા તેમણે કહ્યું મને દૂર સુધી જનસાગર જોવા મળી રહ્યો છે. જેટલું ગુજરાતનું ભલું કર્યું એટલું આનંદ થાય છે. આ ચૂંટણી નથી લડતા ,ગુજરાતની જનતા લડી રહી છે.વીજળી,યુરિયા સહિતની અનેક બાબતોને સંબોધનમાં આવરી લીધા હતા. સુર સાગર ડેરીને બનાવી છે સુખ સાગર ડેરી. આ ઉપરાંત નર્માદા મામલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે જે નર્મદા વિરોધી છે તેમના ખભા પર હાથ મૂકિને યાત્રા કરી રહ્યા છે એમ કહીને રાહુલ ગાંધી પર પણ પ્રહાર કર્યા હતા.