ઉત્તર ચીનમાં આવેલા એક કેમિકલ પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં ઘટના સ્થળે ૨૨ લોકો મોતને ભેટ્યા છે અને બીજા ૨૩ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે ચીનમાં બ્લાસ્ટ અને રોડ એક્સિડન્ટ ઘણા કોમન છે.
આ વર્ષમાં જ જુલાઈ મહિનામાં દક્ષીણ-પશ્ચિમ ચીનમાં એક કેમિકલ પ્લાન્ટમાં બ્લાસ્ટ થવાને લીધે ૧૯ લોકો મૃત્યુ પામ્યા હતા જયારે ૧૨ લોકો ઘાયલ થયા હતા. પ્લાન્ટનું કન્સ્ટ્રકશન ગેરકાયદેસર હતું તેમજ સેફટીનું કોઈ ધ્યાન રાખવામાં નહતું આવ્યું.
વર્ષ ૨૦૧૫માં તિયનજીન શહેરમાં મોટો બ્લાસ્ટ થયો હતો જેમાં ૧૬૫ લોકોના મોત થયા હતા.