Not Set/ મહિલાઓને બુરખામાં જોઇને ડર લાગે છે – સ્વામી અગ્નિવેશ

શ્રીલંકામાં બુરખા પર પ્રતિબંધ બાદ ભારતમાં પણ બુરખા પર પ્રતિબંધને લઇન વિવાદ છેડાયો છે. એક તરફ જ્યારે આજે ગીતકાર જાવેદ અખ્તરે પણ બુરખા પર પ્રતિબંધની વાતને યોગ્ય ગણાવી હતી જો કે કહ્યું હતું કે બુરખા પર પ્રતિબંધની સાથોસાથ ઘુંઘટ પર પણ પ્રતિબંધ ફરમાવવો જોઇએ. આ નિવેદન વચ્ચે હવે સ્વામી અગ્નિવેશે પણ બુરખાને લઇને નિવેદન આપ્યું […]

Top Stories India
Swami Agniwesh મહિલાઓને બુરખામાં જોઇને ડર લાગે છે – સ્વામી અગ્નિવેશ

શ્રીલંકામાં બુરખા પર પ્રતિબંધ બાદ ભારતમાં પણ બુરખા પર પ્રતિબંધને લઇન વિવાદ છેડાયો છે. એક તરફ જ્યારે આજે ગીતકાર જાવેદ અખ્તરે પણ બુરખા પર પ્રતિબંધની વાતને યોગ્ય ગણાવી હતી જો કે કહ્યું હતું કે બુરખા પર પ્રતિબંધની સાથોસાથ ઘુંઘટ પર પણ પ્રતિબંધ ફરમાવવો જોઇએ. આ નિવેદન વચ્ચે હવે સ્વામી અગ્નિવેશે પણ બુરખાને લઇને નિવેદન આપ્યું છે. સ્વામી અગ્નિવેશે બુરખા પર પ્રતિબંધની માંગ કરતા કહ્યું હતું કે બુરખામાં મહિલાઓને જોઇને ડર લાગે છે.

સમગ્ર દેશમાં બુરખા પર પ્રતિબંધને લઇને વિવાદ છેડાયો છે ત્યારે સ્વામી અગ્નિવેશે પણ આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે “ બુરખામાં મહિલાઓને જોઇને લાગે છે કે તે મહિલા નથી પણ કોઇ જંતુ છે, મહિલાને બુરખામાં જોઇને ડરની લાગણી પણ પેદા થાય છે. તેથી તેના પર પ્રતિબંધ આવશ્યક છે અને મુસ્લિમ સમાજના લોકોએ પણ આગળ આવીને તેમાં સહયોગ આપવો જોઇએ.

જો કે તે ઉપરાંત તેઓએ બુરખા સહિત ઘુંઘટ પ્રથા પર પણ સખત પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે તેઓ ઘુંઘટ પ્રથાની પણ વિરુદ્વ છે. મહિલાઓ સરપંચ બની જાય છે તો પણ ઘુંઘટ પહેરીને જ બેસે છે અને તેના પતિ સરપંચગિરી કરતા રહે છે.

સ્વામી અગ્નિવેશે ભોપાલના કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજય સિંહનું સમર્થન પણ કર્યું હતું. પ્રજ્ઞા ઠાકુરની ઉમેદવારી પર પ્રહારો કરતા કહ્યું હતું કે સાધવી પ્રજ્ઞા પર આતંકવાદનો આરોપ છે. ટ્રાયલ હજુ પૂર્ણ નથી થઇ છતાં બીજેપીએ તેને ભોપાલથી ઉમેદવાર બનાવ્યા છે.

બીજેપી પાસે ઉમા ભારતી, સુષમા સ્વરાજ જેવા દિગ્ગજ નેતાઓ છે જેના પર સેક્યુલારિઝનો કોઇ સવાલ ઊભો થતો નથી. પરંતુ બીજેપીએ ખોટો નિર્ણય લીધો છે. ભાજપના ઇતિહાસનો આ સૌથી ખોટો નિર્ણય છે. આથી જ સ્પષ્ટ થાય છે કે બીજેપી આતંકનો ખાત્મો કરવાને બદલે તેને પંપાળી રહી છે.