Not Set/ સુરેન્દ્રનગર ચોટીલા બસ સ્ટેન્ડ નજીકથી લેબર કોન્ટ્રાક્ટરનું અપહરણ કરી પાંચ શખ્સો નાસી છૂટ્યા

બલેનો કારમાં આવી અને પાંચ લોકોએ જાહેરમાં અપહરણ કરી રાજકોટ તરફ નાસી છૂટ્યા

Gujarat
Untitled 16 5 સુરેન્દ્રનગર ચોટીલા બસ સ્ટેન્ડ નજીકથી લેબર કોન્ટ્રાક્ટરનું અપહરણ કરી પાંચ શખ્સો નાસી છૂટ્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઇ રહી છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી લૂંટફાટ મારામારી હત્યાના બનાવો સતત વધતા જઈ રહ્યા છે તેવા સંજોગોમાં ખંડણીખોરો પણ સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ બનતા જઈ રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં ફરી એક વખત અપહરણનો બનાવ સામે આવ્યો છે જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે.

મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાથી આજે સવારે 10 વાગ્યાના અરસામાં કોન્ટ્રાક્ટરનું અપહરણ કરવામાં આવ્યું છે જેને લઇને ચકચાર મચી જવા પામી છે. કોઈક અંગત કારણોસર અથવા પૈસાની લેતી દેતી મામલે અપહરણ કરવામાં આવ્યું હોવાની આશંકા હાલમાં વ્યક્ત કરવામાં આવી રહી છે. તેવા સંજોગોમાં ચોટીલા ખાતે આવેલા બસ સ્ટેન્ડ નજીકથી કોન્ટ્રાક્ટરનું અપહરણ કરી લેવામાં આવ્યું છે જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે.

આ મામલે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે આવેલા ખાનગી બસમાં મુસાફરી કરવા માટે જઇ રહેલા લેબર કોન્ટ્રાક્ટર કરણભાઈ નામના શખ્સનું અપહરણ કરી અને અપહરણ કારો નાસી છૂટયા છે ત્યારે હાલમાં આ બાબતની જાણકારી પોલીસને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પોલીસ દોડી ગઈ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કોન્ટ્રાકટર બસમાં બેસવા માટે રાહ જોઇ રહ્યા હતા તે સમયે અજાણી બલેનો ગાડી આવી નંબર પ્લેટ ન હતો તે ગાડીમાંથી ત્રણ જણા ઉતરી અને આ કોન્ટ્રાક્ટરને ગાડીમાં બેસાડી દેવામાં આવ્યા હતા અને તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું ત્યારે આજુબાજુના લોકો દ્વારા તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધી અને આ બાબતની વિગત આપવામાં આવી હતી ત્યારબાદ પોલીસ હાલમાં ઘટનાસ્થળે દોડી ગઇ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઇ રહી છે તેવા સંજોગોમાં ચોટીલા નજીકથી અપહરણનો બનાવ સામે આવ્યો હતો લેબર કોન્ટ્રાક્ટરની આપવાની કરી અને પાંચ લોકો નાસી છૂટયા હતા આ મામલે મોરબી પોલીસ અને સ્થાનિક પોલીસના ઉપક્રમે આ તમામ પાંચ લોકોની રાજકોટ હાઇવે ઉપરથી અટકાયત કરવામાં આવી છે અને અપહરણના ભોગ બનેલા કરણભાઈને પોલીસે છોડાવ્યા છે ત્યારે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વહેલી સવારે જે થયું હતું તેના મામલે પાંચ લોકોની પોલીસે અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવતા એક વર્ષ પહેલાં લેબર કોન્ટ્રાક્ટર દ્વારા 35 મજૂરોને લઈને ફેક્ટરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા હતા જેમાં ફેક્ટરીમાંથી છૂટા કરી દેવામાં આવતા ફેકટરીનાં માલીકને મોટાપાયે નુકસાન થવાની ભીતિ સર્જાઇ હતી જેને લઇને નુકશાન જતા આ કોન્ટ્રાક્ટરનું અપહરણ કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે ફેક્ટરીના માલિક અને અન્ય લોકો દ્વારા પણ કરવામાં આવ્યું હોવાનું ખૂલ્યું છે.

આ મામલે આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે આ પાંચ ઈસમોને ગાડી સાથે ઝડપી લેવામાં આવ્યા છે અને ચોટીલા ખાતે એફઆઈઆર દાખલ કરવાની તજવીજ પોલીસે હાથ ધરી છે ત્યારે આજ મામલે આગળની કાર્યવાહી તમામે તમામ ના રિમાઇડ કોર્ટમાં રજૂ કરી અને માંગવામાં આવશે ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું ડીવાયએસપી ચેતનભાઇ મુંધવા જણાવી રહ્યા છે.