CM Bhupendra Patel/ CM ભૂપેન્દ્ર પટેલના સરળ વ્યક્તિત્વ પર ઓવારી ગયા મતદારો

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપના ઐતિહાસિક વિજયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આક્રમક અને વ્યૂહાત્મક પ્રચારો સૌથી વધુ મહત્વની ભૂમિકા ભજવી છે. પણ તેની સાથેના પરિબળોમાં ગૃહમંત્રી અમિત શાહની રાણનીતિ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલના સંગઠનના બળ ઉપરાંત સવા વર્ષમાં મુખ્યમંત્રીપદથી ભૂપેન્દ્ર પટેલનો બિનવિવાદાસ્પદ કાર્યકાળ પણ મોરપિચ્છરૂપ થઈને ઉભર્યો છે.

Top Stories Gujarat
gujarat cm CM ભૂપેન્દ્ર પટેલના સરળ વ્યક્તિત્વ પર ઓવારી ગયા મતદારો
  • આંદોલનો સામે કામ લેવાનો ભુપેન્દ્ર પટેલનો અભિગમ મોદીને ગમ્યો
  • ભુપેન્દ્ર પટેલે એક પછી એક આંદોલનો સમાવી જબરજસ્ત કુશળતાનો પરિચય આપ્યો
  • આંદોલનો સમાવવા માટે સરકારે ક્યાંય લાઠીનો ઉપયોગ કરવો ન પડ્યો તે વાત પીએમ મોદીને ગમી
  • ખેડૂતોના વર્ષો જૂના પડતર પ્રશ્નો પણ ભુપેન્દ્ર પટેલે ઉકેલ્યા
  • અનેક પડકાર છતાં ભુપેન્દ્ર પટેલની પ્રતિષ્ઠાને ઉની આંચ આવી નથી

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપના ઐતિહાસિક વિજયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આક્રમક અને વ્યૂહાત્મક પ્રચારો સૌથી વધુ મહત્વની ભૂમિકા ભજવી છે. પણ તેની સાથેના પરિબળોમાં ગૃહમંત્રી અમિત શાહની રાણનીતિ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલના સંગઠનના બળ ઉપરાંત સવા વર્ષમાં મુખ્યમંત્રીપદથી ભૂપેન્દ્ર પટેલનો બિનવિવાદાસ્પદ કાર્યકાળ પણ મોરપિચ્છરૂપ થઈને ઉભર્યો છે. મૃદુ અને મક્કમ ભૂપેન્દ્ર પટેલના સાદા, સરળ વ્યક્તિત્વ પર ગુજરાતના મતદારો ઓવરી ગયા છે જેની પરિપાટીએ ભાજપ 157 બેઠકો સુધી પહોંચ્યાનું કહેવાય છે.

સપ્ટેમ્બર- 2021માં તત્કાલિન રૂપાણી સરકાર બાદ મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલને નેતૃત્વ સોંપાયુ ત્યારે ગુજરાતમાં કોવિડ-19ની મહામારી, અતિવૃષ્ટી, વિલંબિત થઈ રહેલી સરકારી ભરતીઓ સામે ચાલતા આંદોલનો, પાક નુકશાન સહિતના અનેક પડકારો હતો. એ તમામ પડકારોને એક પછી એક ઉકેલવાની સાથે સાથે છેલ્લે છેલ્લે ચૂંટણી પૂર્વે ગાંધીનગરમાં એક મહિનો ચાલેલા કર્મચારી સંગઠનોના આંદોલનોને શાંત પાડયા હતા એટલુ જ નહિ પહેલીવાર વર્ષો જૂના પડતર પ્રશ્નો ઉકેલીને નવા હોવા છતાંયે તેમણે સરકારી વહીવટી કુશળતાનો અદભૂત પરચો આપ્યો હતો. એવુ જ એમણે ખેડૂતોના દાયકા જૂના સમાન વીજદર સહિતની માંગણીઓનું સમાધાન લાવીને કર્યુ હતુ.

હરહંમેશ ગુજરાતી ભાષામાં જ બોલવુ, તેય સાદા અને સરળ શબ્દોમાં જ. તેમની આ નિખાલસતા ઉપરાંત સામાન્ય નાગરીકોથી લઈને ભાજપના કાર્યકરો, ધારાસભ્યો સાથે બેરોકટોક મુલાકાત જેવી અનેક કાર્યપધ્ધતિને કારણે તેઓ સૌને ગમતા ચહેરા તરીકે પ્રસ્થાપિત થયા છે. એટલુ જ નહિ, સવા વર્ષના કાર્યકાળમાં અનેકવિધ મોરચા ઉપર સરકાર સામે આક્ષેપો છતાંયે મુખ્યમંત્રી પર એક પણ છાંટો લાગ્યો નથી.આ રીતે ભૂપેન્દ્ર પટેલના બિનવિવાદાસ્પદ વહીવટી કાર્યકાળની અસરે પણ ભાજપના કાર્યકરોને નવુ જોમ પુરૂ પાડે રાખ્યુ અને બીજી તરફ મતદારોએ કમળ પર બટન દબાવીને તેને વધાવ્યુ.

આ પણ વાંચોઃ

Bjp Gujarat/ નવી સરકારની રચના સાથેનું મુખ્ય ધ્યેયઃ 2024માં 26 બેઠકો

Gujarat Election 2022/ નવી સરકારની 12મીએ શપથવિધિ, સીએમે મંત્રીઓ સાથે આજે રાજ્યપાલને આપ્યું રાજીનામુ