Not Set/ અમદાવાદ : આજે ટ્રાફિક પોલીસની ડ્રાઇવ, સગીર વાહન ચાલકોને કરાશે આકરો દંડ

સગીર વયના માતપિતા કે જેઓના બાળક જાતે વાહન હંકારીને શાળા, કોલેજ કે ટ્યુશન જતાં હોય સાવધાન…!! આજે અમદાવાદ ટ્રાફિક પોલીસ આવા સગીર વયના વાહન ચાલકો વિરુધ્ધ ખાસ ડ્રાઈવનું આયોજન કરેલ છે. જો કોઈ પણ સગીર વયનું બાળક વાહન ચલાવતા પકડાશે તો તેને 2000 રૂપિયાનો દંડ વસૂલમાં આવશે.  દલીલ કરનાર વાલી પાસેથી 25 હજાર દંડ વસૂલ […]

Top Stories Ahmedabad Gujarat
traffic 1 1542087829 અમદાવાદ : આજે ટ્રાફિક પોલીસની ડ્રાઇવ, સગીર વાહન ચાલકોને કરાશે આકરો દંડ

સગીર વયના માતપિતા કે જેઓના બાળક જાતે વાહન હંકારીને શાળા, કોલેજ કે ટ્યુશન જતાં હોય સાવધાન…!! આજે અમદાવાદ ટ્રાફિક પોલીસ આવા સગીર વયના વાહન ચાલકો વિરુધ્ધ ખાસ ડ્રાઈવનું આયોજન કરેલ છે.

જો કોઈ પણ સગીર વયનું બાળક વાહન ચલાવતા પકડાશે તો તેને 2000 રૂપિયાનો દંડ વસૂલમાં આવશે.  દલીલ કરનાર વાલી પાસેથી 25 હજાર દંડ વસૂલ કરવામાં આવશે. કોઇ બાળક કે તેના માતા-પિતા ટ્રાફિક પોલીસ સાથે ઘર્ષણ કરશે તો બાળકના માતા-પિતા વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટની કલમ 199 મુજબ ગુનો નોંધાશે. જેમાં પોલીસ વાહન ડિટેઈન કરી લેશે અને માતા-પિતાને 3 વર્ષની સજા અને રૂ.25 હજાર દંડ ભરવો પડશે.

જેમાં ખાસ કરીને, સ્કૂલ શરૂ થવાના તેમજ છૂટવાના સમયે પોલીસ સ્કૂલની બહાર ગોઠવાશે. નાના -મોટા ચાર રસ્તા પણ પોલીસ તહેનાત કરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.