ગમખ્વાર અકસ્માત/ રાજસ્થાનમાં નાગોરમાં સર્જાયો મોટો અકસ્માત, ટ્રક – ક્રૂઝર વચ્ચે ટક્કર થતા 12 લોકોના મોત

રાજસ્થાન બીકાનેરમાંથી એક મોટી સડક દુર્ઘટના સામે આવી છે, જ્યાં નાગોરમાં થયેલા એક અકસ્માતમાં 12 લોકો મોત થઈ ગયા છે, જયારે 7 લોકો….

Top Stories India
રાજસ્થાન

રાજસ્થાન બીકાનેરમાંથી એક મોટી સડક દુર્ઘટના સામે આવી છે, જ્યાં નાગોરમાં થયેલા એક અકસ્માતમાં 12 લોકો મોત થઈ ગયા છે, જયારે 7 લોકો ખરાબ રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, બીકાનેર – જોધપુર હાઇવે પર નોખા નાગૌર વચ્ચે આવતા ગામ શ્રી બાલાજી પાસે એક કુઝર ગાડી અને ટ્રેલર વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો.

આ પણ વાંચો:જલિયાવાલા બાગ સ્મારક સ્થળનાં પુનઃનિર્માણ પર રાહુલ ગાંધીએ ઠાલવ્યો ગુસ્સો

આ દુર્ઘટના પછી ઘાયલ થયેલા લોકોમાંથી 8 વ્યક્તિઓએ ઘટનાસ્થળે પર દમ તોડ્યા હતા, જયારે અન્ય 3 ઘાયલોને નોખા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બતાવવામાં આવી રહ્યું છે કે, અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો મધ્યપ્રદેશના સજનખેડાવના દૌલતપુરના રહેવાસી છે અને તેઓ ધાર્મિક યાત્રા પર નીકળ્યા હતા. ક્રૂઝરમાં સવાર લોકો રામદેવરા બાબા ધામ અને કરણી માતા મંદિરના દર્શા કર્યા બાદ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા.

a 440 રાજસ્થાનમાં નાગોરમાં સર્જાયો મોટો અકસ્માત, ટ્રક - ક્રૂઝર વચ્ચે ટક્કર થતા 12 લોકોના મોત

પીએમ મોદીએ ઘટના અંગે વ્યક્ત કર્યું દુઃખ

રાજસ્થાનના બિકાનેરમાં થયેલી આ મોટી દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. આ ઘટના અંગે જણાવતા તેઓએ કહ્યું કે, રાજસ્થાનના નાગોરમાં થયેલી ભીષણ રોડ દુર્ઘટ અત્યંત દુઃખદ છે. આ ઘટનામાં જે લોકોને પોતાના જીવ ગુમાવવા પડ્યા છે, હું આ તમામના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છે અને સાથે સાથે ઘાયલોના જલ્દીથી સાજા થવાની કામના કરું છું.

આ પણ વાંચો: ભારતને મળ્યો વધુ એક મેડલ, શૂટિંગમાં સિંહરાજ અઘાનાએ જીત્યો બ્રોન્ઝ મેડલ

બીજી બાજુ આ ભીષણ અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને નોખા હોસ્પિટલ શિફ્ટ કર્યા હતા, સાથે સાથે દુર્ઘટનામાં એકસાથે ૧૨ લોકોના મોત થતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

આ પણ વાંચો: CM યોગી આદિત્યનાથનું એલાન, મથૂરામાં દારૂ અને માસનાં વેચાણમાં લાગશે પ્રતિબંધ

આ પણ વાંચો:સુપ્રિમ કોર્ટના ઇતિહાસમાં રચાયો ઇતિહાસ, 3 મહિલા સહિત 9 જજોએ એકસાથે લીધા શપથ

આ પણ વાંચો:ખેડૂત વિરોધી હરિયાણા છે કે પંજાબ? પહેલ ગણીને, ખટ્ટરે અમરિંદરને પૂછ્યું

આ પણ વાંચો:હરિયાણા પરિવર્તન વિરોધી બિલનો અંતિમ ડ્રાફ્ટ ટૂંક સમયમાં તૈયાર થશે: મનોહર લાલ ખટ્ટર

આ પણ વાંચો:મુકેશ અંબાણી યુરોપિયન કંપની ખરીદવા જઈ રહ્યા છે, હવે સોલર એનર્જીમાં પણ અંબાણી