Not Set/ નાગરીકો પર કરવેરાનો કોરડો ફટકારતી બોરસદ પાલિકા, ટેક્સ ચોર સરકારી કચેરીઓનો 25 લાખનો કર વસુલી નથી શકતી

આણંદના બોરસદમાં સરકારી કચેરીના બાકી વેરા વસૂલવા માટે પાલિકા લાચારી અનુભવી રહી છે. મળતી માહિતી મુજબ, નાણાકીય વર્ષ પૂર્ણ થવાનો ત્રણેક માસનો સમય બાકી છે. જેને લઇને બોરસદ પાલિકા દ્વારા વેરા વસૂલવાની કામગીરી યુદ્ઘના ધોરણે કરવામાં આવી રહી છે. તેમજ જેને વેરા ન ભર્યા હોય તેની મિલ્કતને સીલ કરવા સહિતના પગલા ભરાવા માટે પાલિકાએ મન […]

Top Stories
wall aanad નાગરીકો પર કરવેરાનો કોરડો ફટકારતી બોરસદ પાલિકા, ટેક્સ ચોર સરકારી કચેરીઓનો 25 લાખનો કર વસુલી નથી શકતી

આણંદના બોરસદમાં સરકારી કચેરીના બાકી વેરા વસૂલવા માટે પાલિકા લાચારી અનુભવી રહી છે. મળતી માહિતી મુજબ, નાણાકીય વર્ષ પૂર્ણ થવાનો ત્રણેક માસનો સમય બાકી છે. જેને લઇને બોરસદ પાલિકા દ્વારા વેરા વસૂલવાની કામગીરી યુદ્ઘના ધોરણે કરવામાં આવી રહી છે. તેમજ જેને વેરા ન ભર્યા હોય તેની મિલ્કતને સીલ કરવા સહિતના પગલા ભરાવા માટે પાલિકાએ મન મનાવી લીધું છે.

કુલ વેરા 5.24 કરોડની કિંમતના છે. જેમાંથી 2.38 કરોડની વસૂલાત થયેલી છે. પરંતુ હજુ 2.85 કરોડની રકમના વેરા બાકી છે. જેમાં સરકારી કચેરીઓ પણ સામેલ છે. જો કે વેરા વસૂલવા માટે પાલિકા દ્વારા વારંવાર નોટિસ આપવામાં આવી છે, છતાં પણ વેરા ભરવા માટે કોઇ આવતું નથી. ખૂદ સરકારી કચેરીઓના વેરા ભરવાના બાકી છે, જેને લઇને પાલિકા દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યાં છે. તેમ છતાં પણ સમયસર વેરા ભરવામાં આવતા નથી. સરકારી બાબુઓની વિરુદ્ગમાં પાલિકા કડકમાં કડક કાર્યવાહી કરવામાં લાચાર દેખાઇ રહી છે.

aanad નાગરીકો પર કરવેરાનો કોરડો ફટકારતી બોરસદ પાલિકા, ટેક્સ ચોર સરકારી કચેરીઓનો 25 લાખનો કર વસુલી નથી શકતી

બોરસદની સરકારી કચેરીઓ બાબુઓની ખુલ્લી દાદાગીરી કરી રહ્યાં છે, ૨૫લાખ જેટલી માતબર રકમ કચેરીઓના વેરા વસુલવામાં નગરપાલિકા ની લાચાર બની ગયા છે. નાણાંકીય વર્ષ પૂર્ણ થવામાં ત્રણેક માસનો સમય બાકી હોવાથી બોરસદ પાલિકા દ્વારા વેરા વસૂલાતની કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે.

જેમાં વર્ષોથી વેરો ન ભરનાર આસામીઓની મિલ્કત સીલ કરવા સહિતના કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. જો કે સામાન્ય નાગરિકો પાસે દંડનીય રીતે વેરા વસૂલાતની કામગીરી સામે પાલિકા તંત્ર સરકારી કચેરીઓના બાકી વેરા વસૂલાતમાં લાચારી અનુભવી રહ્યાનું જોવા મળી રહ્યું છે.aand3 નાગરીકો પર કરવેરાનો કોરડો ફટકારતી બોરસદ પાલિકા, ટેક્સ ચોર સરકારી કચેરીઓનો 25 લાખનો કર વસુલી નથી શકતી

બોરસદ પાલિકાના વિવિધ વેરાના કુલ પ.ર૪ કરોડની રકમમાંથી ર.૩૮ કરોડની વસૂલાત થયેલ છે. પરંતુ હજી આશરે ર.૮પ કરોડની રકમ બાકી હોવાથી પાલિકા દ્વારા બાકીદારોને નોટિસ ફટકારવા સહિત રિક્ષા દ્વારા વેરો ભરવાનો પ્રચાર-પ્રસાર કરાયો છે. પરંતુ બોરસદની વિવિધ સરકારી કચેરીઓના તગડા વેરા બાકી છે.

જે વસૂલવા પાલિકા દ્વારા વારંવાર નોટિસો આપવવામાં આવે છે. પરંતુ સરકારી કચેરીઓના ઉચ્ચાધિકારીઓ બાકી વેરો ભરપાઇ કરવામાં ઉદાસીનતા દાખવી રહ્યાનું નજરે પડે છે. જો કે અન્ય બાકીદારોના બાકી વેરા વસૂલાત માટે પાલિકા દ્વારા મિલ્કતો સીલ કરવામાં આવી રહી છે. પાલિકાનું આર્થિક ભારણ વધતું જતું હોવા છતાંયે સરકારી કચેરીઓના વેરા વસૂલાતમાં પાલિકા પાંગળી પૂરવાર થઇ રહ્યાનું ચર્ચાય છે.