Not Set/ તરતા સમુદ્રી પ્લેટફોર્મ પરથી ચીને તાક્યું રોકેટ, રચ્યો ઇતિહાસ

ચીને સમુદ્રમાં અનેક મોકાનાં સ્થાને ફ્લોટીંગ પ્લેટ ફોર્મ બનાવી પોતાનાં મિલ્ટ્રી બેઇઝ સ્થાપ્યા છે. ચીન પાછલા લાંબા સમયથી ચીની સમુદ્ર અને હિન્દ મહાસાગરમાં પોતાનો દબદબો એક યા બીજી રીતે સ્થાપવા માટે સક્રિય છે. ત્યારે ગઇ કાલે ચીને પોતાનાં એક ફ્લોટીંગ મિલ્ટ્રી બેઇઝ કેમ્પ પરથી સફળતા પૂર્વક આંતરિક્ષમાં રોકેટ મિસાઇલ તાકી ઇતિહાસ રચી દીધો છે. ચીને […]

Top Stories World Tech & Auto
bardge3 તરતા સમુદ્રી પ્લેટફોર્મ પરથી ચીને તાક્યું રોકેટ, રચ્યો ઇતિહાસ

ચીને સમુદ્રમાં અનેક મોકાનાં સ્થાને ફ્લોટીંગ પ્લેટ ફોર્મ બનાવી પોતાનાં મિલ્ટ્રી બેઇઝ સ્થાપ્યા છે. ચીન પાછલા લાંબા સમયથી ચીની સમુદ્ર અને હિન્દ મહાસાગરમાં પોતાનો દબદબો એક યા બીજી રીતે સ્થાપવા માટે સક્રિય છે. ત્યારે ગઇ કાલે ચીને પોતાનાં એક ફ્લોટીંગ મિલ્ટ્રી બેઇઝ કેમ્પ પરથી સફળતા પૂર્વક આંતરિક્ષમાં રોકેટ મિસાઇલ તાકી ઇતિહાસ રચી દીધો છે. ચીને સમુદ્રી ફ્લોટીંગ બેઇઝ કેમ્પ પરથી રોકેટ મિસાઇલ લોન્ચ કરી અમેરિકા અને રશિયા બાદ વિશ્વનાં ત્રીજો દેશ તરીકે પોતાનું નામ નોંધાવી દીધું છે.

bardge1 તરતા સમુદ્રી પ્લેટફોર્મ પરથી ચીને તાક્યું રોકેટ, રચ્યો ઇતિહાસ

આપને જણાવી દઇએ કે ચીને પ્રથમ વખત ચાલતા સેલ્ફ પોરેલ્ડ ફ્લોટિંગ બાર્ઝ પર ઊભા કરવામાં આવેલા મિલ્ટ્રી બેઇઝ કેમ્પ પરથી અવકાશમાં સફળતા પૂર્વક રોકેટ મિસાઇલ લોન્ચ કર્યુ હતું. ચીનની સત્તાવાર સમાચાર એજન્સી સિન્હુઆનાં જણાવ્યું અનુસાર એ લોંગ માર્ચ -11 સોલિડ પ્રોપેલર કૅરિઅર રોકેટને  શેડેંગ પ્રાંતનાં પીત સમુદ્રમાંથી 12.06 વાગ્યે લોન્ચ કરવામા આવ્યું હતું. લોન્ચ કરવામાં આવેલ મિસાઇસ રોકેટ  “લોંગ માર્ચ કારકિર્દી રોકેટ શ્રેણી”ની 306મો સફળ પ્રયાસ હતો.

bardge તરતા સમુદ્રી પ્લેટફોર્મ પરથી ચીને તાક્યું રોકેટ, રચ્યો ઇતિહાસ

ચીનનાં કહેવા પ્રમાણે છેલ્લા કેટલાક વર્ષોમાં ચીને સ્પેસ ટેક્નોલોજીમાં અબજો ડોલરનું રોકાણ કર્યું છે અને હવે તેનું લક્ષ્ય 2030 સુધીમાં આ ક્ષેત્રમાં એક મહાસત્તા બનવું છે. “લાંબી માર્ચ -11 રોકેટ શ્રેણી” નાના ઉપગ્રહોનું વહન કરી શકે છે અને ઉપગ્રહને સફળા પૂર્વક ભ્રમણ કક્ષામાં બહુવિધ સ્થાપિત કરી શકે છે. લોન્સ કરવવામાં આવેલ રોકેટ દ્રારા બે ટેક્નોલૉજી પરીક્ષણ ઉપગ્રહો અને પાંચ વાણિજ્યિક ઉપગ્રહોને ભ્રમણ કક્ષામાં સફળતા પૂર્વક પ્રસ્થાપિત કર્યા છે.  

missel તરતા સમુદ્રી પ્લેટફોર્મ પરથી ચીને તાક્યું રોકેટ, રચ્યો ઇતિહાસ

 

સમાચાર એજન્સી સિન્હુઆનાં જણાવ્યું મુજબ અંતરીક્ષ તકનીકનાં નિષ્ણાંતોનાં મતે “સમુદ્રમાંથી લોંચ કરવાની તકનીતિ ઓછી વલણ ધરાવતી ઉપગ્રહોની વધતી માંગને પહોંચી વળવામાં મદદ રૂપ થશે અને ચીન તેનો લાભ વન બેલ્ટ – વન રૂટ – વન રૂટ રોડમાં આવતા નાના સાથી દેશોને આપશે.