Life science/ દેશમાં બન્યું સૌપ્રથમ લાઈફ સાઈન્સ ડેટા સેંટર, કોરોના જેવી બીમારીની ઓળખ અને રિસર્ચમાં મદદ મળશે

Life Science સંબંધિત તમામ ડેટા એકત્ર કરવા માટે દિલ્હીની બાજુમાં ફરિદાબાદમાં દેશમાં પ્રથમ ઇન્ડિયન બાયોલોજિકલ ડેટા સેન્ટર (IBDC) ની સ્થાપના કરવામાં આવી છે.

Top Stories India
Life science દેશમાં બન્યું સૌપ્રથમ લાઈફ સાઈન્સ ડેટા સેંટર, કોરોના જેવી બીમારીની ઓળખ અને રિસર્ચમાં મદદ મળશે
  • ભારતે આ માટે પહેલા અમેરિકા અને યુરોપ પર આધારિત રહેવું પડતું હતું
  • સેન્ટરમાં એક કલાકમાં કોઈપણ રોગનું જીનોમ સિકવન્સિંગ કરી શકાશે
  • દરેક રોગ અંગેના તમામ ડેટા એકત્રિત કરી શકાશે
  • દેશમાં લાઇફ સાયન્સનો ડેટા એકત્રિત કરતું સૌપ્રથમ કેન્દ્ર

Life Science સંબંધિત તમામ ડેટા એકત્ર કરવા માટે દિલ્હીની બાજુમાં ફરિદાબાદમાં દેશમાં પ્રથમ ઇન્ડિયન બાયોલોજિકલ ડેટા સેન્ટર (IBDC) ની સ્થાપના કરવામાં આવી છે. જેના કારણે Life Science ના ક્ષેત્રમાં સફળતાનો માર્ગ ખુલ્યો છે. આ કેન્દ્ર ફરીદાબાદમાં પ્રાદેશિક બાયોટેકનોલોજી કેન્દ્રમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જિતેન્દ્ર સિંહે (Jitendrasinh) ગુરુવારે આ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે તેને મેડિકલ રિસર્ચ  (Medical research) માટે મહત્ત્વનું પગલું ગણાવ્યું હતું.

આ પ્રસંગે તેમણે કહ્યું કે આ કેન્દ્ર આવનારા સમયમાં કોરોના જેવા રોગોની ઓળખ અને સંશોધનમાં મદદ કરશે. આ સાથે આ સેન્ટરમાંથી એક કલાકમાં કોઈપણ રોગની જીનોમ સિક્વન્સિંગ (Genome sequincing) કરી શકાશે અને આ સેન્ટર વિજ્ઞાન સંબંધિત તમામ ડેટા એકત્ર કરી શકશે. દેશમાં આ પ્રકારનું આ પ્રથમ કેન્દ્ર છે. જ્યાં જીવન વિજ્ઞાનનો ડેટા એકત્ર કરી શકાય છે.

જ્યારે આજથી પહેલા દેશમાં લાઇફ સાયન્સના ડેટા સ્ટોર કરવા માટે આવું કોઈ કેન્દ્ર નહોતું. આ માટે આપણે યુરોપ અને અમેરિકા જેવા દેશો પર નિર્ભર રહેવું પડ્યું. કારણ કે માત્ર આ દેશોમાં જ આ પ્રકારના જીવન વિજ્ઞાનના ડેટાને સ્ટોર કરવા માટે ડેટા બેંકની સુવિધા છે. પરંતુ હવે આપણે આ દેશો પર નિર્ભર નથી રહેવું પડશે.

માહિતી અનુસાર 100 કરોડના ખર્ચે બનેલ આ લાઈફ સાયન્સ ડેટા સેન્ટરમાં 4 પેટાબાઈટ સુધી સ્ટોર કરવાની ક્ષમતા છે અને તે ઉચ્ચ ક્ષમતાની સુપર કોમ્પ્યુટીંગ સુવિધા ‘બ્રહ્મા’થી સજ્જ છે.

આ પણ વાંચોઃ

Gujarat Election 2022/ AIMIM: જાણો ગુજરાતમાં બગાડી શકે છે કઈ-કઈ સીટોનું ગણિત

Vadnagar/ PM મોદીના વડનગરમાં BJPની શું હાલત, AAP અને કોંગ્રેસની કેટલી અસર?