Cricket/ ‘પાકિસ્તાન પાસે બાબર આઝમ કરતા ઘણા સારા ખેલાડીઓ છે, દિગ્ગજ ખેલાડીએ કહી આ વાત

ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાની ટીમની બોલિંગ ખૂબ જ શાર્પ રહી છે અને તેના બોલરો આખી ટૂર્નામેન્ટ દરમિયાન સારા બેટ્સમેનોના દાંત ખાટા કરતા જોવા મળ્યા છે. ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં મોટી હાર બાદ પાકિસ્તાન ટીમના…

Trending Sports
Babar Azam Cricket

Babar Azam Cricket: ઓસ્ટ્રેલિયામાં રમાયેલા T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમ ભલે ચેમ્પિયન ન બની હોય, પરંતુ ટીમના ખેલાડીઓના પ્રદર્શન અને લડાયકતાની વિશ્વભરમાંથી પ્રશંસા થઈ રહી છે. ખાસ કરીને ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાની ટીમની બોલિંગ ખૂબ જ શાર્પ રહી છે અને તેના બોલરો આખી ટૂર્નામેન્ટ દરમિયાન સારા બેટ્સમેનોના દાંત ખાટા કરતા જોવા મળ્યા છે. ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં મોટી હાર બાદ પાકિસ્તાન ટીમના કેપ્ટન બાબરને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. હવે ટીમના પૂર્વ સ્ટાર બોલર શાહિદ આફ્રિદીનું કહેવું છે કે બાબર આઝમે ટીમની કેપ્ટન્સી છોડી દેવી જોઈએ અને કેપ્ટનશિપ છોડવાને બદલે તેણે પોતાની બેટિંગ પર ધ્યાન આપવું જોઈએ.

શાહિદ આફ્રિદીએ જણાવ્યું કે, ‘બાબર આઝમે હવે T20 મેચોની કેપ્ટન્સી છોડી દેવી જોઈએ અને કેપ્ટનશિપ છોડીને તેણે પોતાની બેટિંગ પર ધ્યાન આપવું જોઈએ. અમારી પાસે શાદાબ ખાન, મોહમ્મદ રિઝવાન અને શાન મસૂદ જેવા ખેલાડીઓ છે, જેઓ સુકાનીપદને ખૂબ સારી રીતે સંભાળી શકે છે અને ટીમનું નેતૃત્વ પણ સારી રીતે કરી શકે છે. T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે મેલબોર્નના મેદાન પર રમાઈ હતી, જેમાં ઈંગ્લેન્ડની ટીમ પાંચ વિકેટે વિજેતા બની હતી. તો પાકિસ્તાનની ટીમને T20 વર્લ્ડની સતત બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ મેચમાં તેને ભારતના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો અને બીજી મેચમાં ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને હરાવીને અપસેટ કર્યું હતું. તેમ છતાં, પાકિસ્તાન નસીબદાર રહ્યું અને ટીમ ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી.

જણાવી દઈએ કે, પાકિસ્તાને T20 વર્લ્ડ કપમાં કુલ સાત મેચ રમી છે અને આ સાત મેચોમાંથી એક પણ મેચમાં ટીમના કેપ્ટન બાબર આઝમે કોઈ ખાસ ઇનિંગ રમી નથી. આ દરમિયાન બાબર આઝમે 17.71ની એવરેજથી 124 રન બનાવ્યા અને માત્ર એક અડધી સદી ફટકારી.

આ પણ વાંચો: Movie Masala/અટલ બિહારી વાજપેયીની ભૂમિકા ભજવશે પંકજ ત્રિપાઠી, આ દિવસે