Not Set/ બનાસકાંઠા: પોલીસકર્મી બુટલેગર પાસેથી બિયરનું ટીન લેતા કેમેરામાં થયો કેદ

બનાસકાંઠા, સોશ્યલ મિડીયામાં દિવસેને દિવસે અનેક વિડીયો વાઇરલ થતાં હોય છે. ત્યારે હવે એક પોલીસકર્મીનો  વિડીયો વાઇરલ થયો છે. આ વિડીયો બીજો ક્યાંયનો નહીં પરંતુ ગાંધીના ગુજરાતમાં આવેલા બનાસકાંઠાનો છે. એક તરફ રાજ્યમાં દારૂબંધીની વાતો થઈ રહી છે. પરંતુ બીજી તરફ પોલીસ જવાનો પોતે જ દારૂબંધીનું સરેઆમ ઉલ્લંઘન  કરી રહ્યા છે. બનાસકાંઠામાં એક પોલીસકર્મી બિયરનું […]

Top Stories Gujarat Videos
police બનાસકાંઠા: પોલીસકર્મી બુટલેગર પાસેથી બિયરનું ટીન લેતા કેમેરામાં થયો કેદ

બનાસકાંઠા,

સોશ્યલ મિડીયામાં દિવસેને દિવસે અનેક વિડીયો વાઇરલ થતાં હોય છે. ત્યારે હવે એક પોલીસકર્મીનો  વિડીયો વાઇરલ થયો છે. આ વિડીયો બીજો ક્યાંયનો નહીં પરંતુ ગાંધીના ગુજરાતમાં આવેલા બનાસકાંઠાનો છે.

એક તરફ રાજ્યમાં દારૂબંધીની વાતો થઈ રહી છે. પરંતુ બીજી તરફ પોલીસ જવાનો પોતે જ દારૂબંધીનું સરેઆમ ઉલ્લંઘન  કરી રહ્યા છે. બનાસકાંઠામાં એક પોલીસકર્મી બિયરનું ટીન લેતા કેમેરામાં કેદ થઈ ગયો છે.

બુટલેગર પાસેથી આ પોલીસકર્મીએ બિયરને 2 ટીન લીધા. જે દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા છે. મળતી માહિતી મુજબ આ પોલીસકર્મીનું નામ દલાભાઈ છે જે માવસરી પોલીસ મથકમાં ASI તરીકે ફરજ બજાવે છે. ત્યારે પોલીસના આ વિડિયોથી રાજ્યમાં દારૂબંધીના કાયદાના ધજાગરા ઉડી ગયા છે.

મહત્વનું છે કે સરકાર દારૂબંધીના કડક અમલ માટે સક્રિય બની છે. ત્યારે પ્રજાના સેવક અને સેવા,સુરક્ષા,શાંતિની અપીલ કરતાં પોલીસકર્મી પોતે જ દારૂ લઇ રહ્યા છે. જો કોઇ સામાન્ય માણસ નશાની હાલતમાં પકડાય અથવા તો દારૂની હેરફેર કરતો ઝડપાઈ તો તેને સજા કરવામાં આવે છે. તો શું આ પોલીસકર્મી વિરુદ્ઘમાં કોઇ પગલા ભરાશે કે પછી તેને છાવરવામાં આવશે તે પણ એક સવાલ છે.