મુંબઈ
બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન 75 વર્ષની ઉંમરે પણ એટલા એક્ટીવ રહે છે જેટલો કોઇ યુવા રહેતો હોય.અમિતાભ સોશિયલ મીડીયામાં પણ એકદમ વ્યસ્ત રહેતા હોય છે અને ટ્વીટરથી લઇને ફેસબુક પર તેમની રોજે રોજ પોસ્ટ આવતી રહે છે.હાલમાં અમિતાભે ટ્વીટર પર એક તસ્વીર પોસ્ટ કરી છે,જેમાં તેમની આવનાર ફિલ્મ 102 નોટ આઉટના પોસ્ટર મુક્યાં છે.
તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચનએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર પોતાની આંખોના અંદરના ભાગનો ફોટો શેર કર્યો અને લખ્યું કે આંખોનો સૌથી સંવેદનશીલ ભાગ રેટીના છે.રેટીના 9 લાખ લેયર્સની બને છે.120 નસો અને 6 લાખ જેટલાં શંકુઓ આવેલા છે.માણસની આંખો 700,0000 કલર્સ જુવે છે..અને આ બધું તમે 102 નોટ આઉટમાં જોઇ શકશો.
મહત્વનું છે કે વધતી ઉમરના સાથે સાથે અમિતાભનું સ્વાસ્થ્યમાં પણ પરિવર્તન થઇ રહ્યું છે. તેમ છતાં પણ તેઓ ફિલ્મોમાં સતત કામ કર્યા કરે છે અને પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે.