ગ્લેમરની ચકાચૌંધ છોડીને શાંતિની શોધમાં આધ્યાત્મના રસ્તે ચાલનારા ભૈય્યુજી મહારાજે મંગળવારે આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરતા પહેલા એક કાગળ પર એમણે લખ્યું કે- ખુબ જ વધારે પડતા તણાવમાં છું, છોડીને જઈ રહ્યો છું. ત્યારબાદ ભૈય્યુજીએ પોતાની બંદુકમાંથી ખુદનેજ ગોળી મારી લીધી. જ્યાં સુધીમાં તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા, ભૈય્યુજી આ દુનિયાને અલવિદા કહી ચુક્યા હતા. ભૈય્યુજી મહારાજના લાખો-કરોડો ચાહકો હતા. દેશના નામી હસ્તીઓ એમને મળવા આવતા હતા, તેમ છતાં એકલાપણું દુર ના થઇ શક્યું અને એમણે જીંદગી ખતમ કરી લીધી.
ભૈય્યુજી પહેલી એવી હસ્તિ નથી, જેમણે આત્મહત્યા કરી હોય. મે મહીનામાં દેશના બે બહાદુર ઓફિસરોએ ખુદને ગોળી મારીને જીંદગી ખતમ કરી લીધી હતી. પહેલા મુંબઈના સુપરકોપ કહેવાતા હિમાંશુ રોય અને બીજા યુપી એટીએસના ઓફિસર રાજેશ સાહની. હિમાંશુ રોયે 12 મે ના રોજ મુંબઈમાં પોતાના ઘરે ખુદને જ ગોળી મારી લીધી હતી, જયારે રાજેશ સાહની એમની ઓફીસમાં મૃત હાલતમાં મળ્યા હતા. ખાસ વાત એ છે કે એક જ મહિનાની અંદર આ ત્રણ હસ્તીઓએ ખુદની જીંદગી ખતમ કરી લીધી.
મુંબઈ પોલીસના જોઈન્ટ કમિશનર અને એટીએસ જેવી મહત્વપૂર્ણ જવાબદારીઓ હિમાંશુ રોયે નિભાવી છે. તેઓ 1988 બેચના આઈપીએસ અધિકારી હતા. 23 જુન 1963ના રોજ મુંબઈમાં જન્મેલા અને મોટા થયેલા રોય ની ગણતરી તેજ-તર્રાર પોલીસ અધિકારોમાં થતી હતી.
મુંબઈ પોલીસમાં સાઈબર ક્રાઈમ વિભાગની સ્થાપન પણ એમણે પ્લીસ કમિશનર ડી. શિવાનંદના સુચન પર કરી હતી. 2013નો આઈપીએલ સ્પોટ ફિક્સિંગની તપાસનો શ્રેય પણ હિમાંશુ રોયને જ જાય છે. રોય 2008માં મુંબઈમાં થયેલા આતંકી હુમલાની તપાસ ટીમમાં હતા. આટલા બહાદુર ઓફિસર પણ એકલાપણ સામે લડી ના શક્યા અને જીવન લીલા સમાપ્ત કરી લીધી.
રાજેશ સાહની થોડા એવા ઓફીસરોમાંના એક હતા જે કોઈ પણ પ્રકારના વિવાદો અને ચર્ચાઓથી દુર હતા. તમામ વ્યસ્તતાઓ વચ્ચે પણ એમનો ચહેરો હમેશા હસતો રહેતો. 1992 બેચના પીપીએસ સેવામાં પસંદ કરવામાં આવેલા રાજેશ સાહની 2013માં અપર પોલીસ અધિક્ષક બન્યા હતા. તેઓ બિહારના પટનાના રહેવા વાળા હતા.
1969માં જન્મેલા રાજેશ સાહનીએ રાજનિતશાસ્ત્રમાં એમએ કર્યું હતું. એમણે થોડા દિવસો પહેલા જ આઈએસઆઈ એજન્ટની ધરપકડ સહીત ઘણાં મોટા ઓપરેશન પાર પાડ્યા હતા. ઉત્તર પ્રદેશ પોલીસના કાબેલ અધિકારીઓમાં રાજેશ સાહનીની ગણતરી થતી હતી. તેઓ 1992માં પીપીએસ સેવામાં જોડાયા હતા. 29 મે, મંગળવારના રોજ લખનઉ એટીએસ મુખ્યકાર્યાલયમાંથી એમની લાશ મળી આવી હતી.
આ ત્રણે હસ્તીઓના જીવનને જોવામાં આવે તો કદાચ જ કોઈ અભાવ નજરમાં આવે. એક માણસને જે પદ, પ્રતિષ્ઠા અને પૈસાની ચાહના હોય છે, એ બધુજ આ ત્રણે પાસે હતું. તેમ છતાં ત્રણેના મૃત્યુનું કારણ તણાવ છે, જેણે આ ત્રણેને દુનિયામાં એકલા કરી દીધા. એટલેજ જરૂરી છે કે તમે પણ જીવનમાં તણાવ ના રાખો અને એકલાપણાનો શિકાર થતા બચો.