નડિયાદ,
રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટના સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ખેડા જિલ્લાની ઘટના સામે આવી છે જ્યાં એકનું મોત થયું છે અને 3 લોકોને ગંભીર ઈજા પહોંચી છે.
આપને જણાવી દઈએ કે ખેડા જિલ્લાના નડિયાદ રીંગ રોડ પરની અચાનક રિક્ષા પલટી ખતા આ અકસ્માત સર્જાયો હતો જેમાં રિક્ષામાં સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિને ગંભીર ઇજા થઈ હતી. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં નડિયાદ રૂરલ પોલીસ દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.