Not Set/ Exclusive : મંતવ્ય ન્યૂઝે કર્યુ રાજ્યની અલગ-અલગ સરકારી હોસ્પિટલમાં રિયાલિટી ચેક

એક તરફ કરોડોનાં ખર્ચે મેડિકલ કોલેજ તથા સિવિલ હોસ્પિટલ બનાવી દેવામાં આવી છે. પરંતુ જ્યારે તેની સારસંભાળની વાત આવે ત્યારે જાણે તંત્રને આળસ આવતી હોય તેવુ જોવા મળે છે. સિવિલ હોસ્પિટલમાં જ્યાં જુઓ ત્યાં ગંદકી જોવા મળે છે. હાલમાં ચાલી રહેલી ગરમીનાં કારણે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો પણ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે દર્દીઓ ને […]

Top Stories Gujarat Others
Mantavya news reality check1 Exclusive : મંતવ્ય ન્યૂઝે કર્યુ રાજ્યની અલગ-અલગ સરકારી હોસ્પિટલમાં રિયાલિટી ચેક

એક તરફ કરોડોનાં ખર્ચે મેડિકલ કોલેજ તથા સિવિલ હોસ્પિટલ બનાવી દેવામાં આવી છે. પરંતુ જ્યારે તેની સારસંભાળની વાત આવે ત્યારે જાણે તંત્રને આળસ આવતી હોય તેવુ જોવા મળે છે. સિવિલ હોસ્પિટલમાં જ્યાં જુઓ ત્યાં ગંદકી જોવા મળે છે. હાલમાં ચાલી રહેલી ગરમીનાં કારણે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો પણ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે દર્દીઓ ને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. સમગ્ર ગુજરાતની અંદર મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી ત્યારે સમગ્ર આરોગ્ય તંત્ર ને શરમ આવે તેવી ઘટનાઓ સામે આવી હતી

હિંમતનગર,

સાબરકાંઠા જિલ્લામાં હજારોની સંખ્યામાં દર્દીઓ આવતા હોય છે. ત્યારે આજે મંતવ્ય ન્યૂઝ ની ટીમ સ્થળ પર તપાસ કરતા ધ્યાને આવ્યુ કે, પીવાનાં પાણીનાં કુલર મુકવામાં આવ્યા છે. હાલ તો ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે ગરમીનાં કારણે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો પણ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે દર્દીઓને પીવાનાં પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે જે પ્રમાણે હિંમતનગર સીવીલ હોસ્પિટલનું કરોડો રૂપિયાના ખર્ચે નવ નિર્માણ થયું છે પરંતુ પીવાનાં પાણી માટે કોઈ યોગ્ય વ્યવસ્થા કરાઈ નથી. સિવિલ હોસ્પિટલમાં મિનરલ પાણી માટે કુલર અને આરો પ્લાન્ટ તો છે પરંતુ હાલ બંધ કન્ડિશનમાં જોવા મળી રહ્યા છે તો અનેક જગ્યાએ પાણી માટેની જગ્યા જ ફળવાઈ છે પરંતુ ત્યાં પીવા માટે પાણીની સુવિધા નથી ત્યારે દર્દ્દીઓને પીવાનાં પાણી માટે સમસ્યા સર્જાઈ રહી છે. પીવાનાં પાણી પાસે પાન મસાલા ખાઈને કોઇને કોઇ થૂંકતા હોય છે પરંતુ સિવિલનાં સત્તાધીશો કોઈ કાર્યવાહી કરતા નથી.

જૂનાગઢ,

માંગરોળની સરકારી હોસ્પિટલમાં એક બહારની બિનઅધિકૃત વ્યક્તિ કે જે ડોક્ટર કે સ્ટાફની નથી તેવું જાણવા મળ્યુ છે, તેવી યુવતી દર્દીની સારવાર કરી રહી હતી લોકોનાં સ્વાસ્થ્ય સાથે તો ઠીક છે પરંતુ લોકોનાં જીવ સાથેનો ખેલ લોકોની સામે આવ્યો.

મંતવ્ય ન્યૂઝની ટીમે જ્યારે આ બિનઅધિકૃત યુવતી વિશે પૂછ્યુ ત્યારે ડોક્ટર આ વિશે કશું જાણતો ન હોય, યુવતીને પણ ઓળખતો ના હોય તેવું જણાવ્યું ખરેખર આવો અંધેર? ખરેખર સરકારને કોઈ લાજ શરમ હોય તો યોગ્ય જવાબદાર વ્યક્તિ સામે કડક પગલાં લેવા જોઈએ.

પોરબંદર,

મંતવ્ય ન્યૂઝનાં રિયાલિટી ચેક કરવા દરમિયાન હોસ્પિટલમાં ફાયર સેફટીની સુવિધા તો છે પરંતુ હોસ્પિટલમાં ચોતરફ ગંદકી જોવા મળી હતી તેમજ હોસ્પિટલમાં જનરલ સર્જન સહીત 6 જેટલા ડોક્ટરની જગ્યા ખાલી પડી છે. અહી 4 જેટલા મેડીકલ ઓફિસર તેમજ કાયમી ફીઝીસિયન તેમજ જનરલ સર્જન ની પોસ્ટ ખાલી જોવા મળી રહી છે પરંતુ જગ્યા ખાલી હોવા છતા ભરતી કરવામાં આવી રહી નથી. અહી આવેલા ઈજાગ્રસ્ત દર્દીઓને આ કારણે વધુ સારવાર માટે અન્ય શહેરમાં રીફર કરવા પડે છે. તેમજ અહી ગંદકી પણ એક મોટો પ્રશ્ન બનીને સામે આવે છે.

દાહોદ,

દાહોદમાં મંતવ્ય ન્યૂઝનાં રિયાલિટી ચેકમાં સિવિલ હોસ્પિટલની વહેલી સવારથી મુલાકાત લઈ અને દરેક ડિપાર્ટમેન્ટનું કર્યું રીઆલિટી ચેક. સિવિલ હોસ્પિટલમાં દાહોદમાં ભૂતકાળ કરતા વધુ ધસારો જોવા મળ્યો.

સવારથી આખા સિવિલનાં દરેક વિભાગોની મુલાકાત લીધી જેમા માહિતી મળી હતી કે દાહોદમાં કુલ 300 બેડ છે અને 372 તો ઇન્ડોર પેશન્ટ છે તેમ છતાં ડોક્ટરો દ્વારા પુરે પુરી કાળજી લેવામાં આવે છે. જ્યારે કુલ 1000 ઉપરાંત પેશન્ટ opd માટે આવતા હોય છે અને તેથી આટલી મોટી સંખ્યામાં પેશન્ટ હોવાના કારણે opd માં વાર થાય છે અને જેના કારણે પેશન્ટ એવું માને છે કે મુશ્કેલી પડે છે.પરંતુ આટલી સંખ્યામાં પેશન્ટ ચેક કરવા, રિપોર્ટ કાઢવા, લેબોરેટરી કરાવી અને xray હોય તો તે કરવો આ પ્રક્રિયામાં વાર થાયજ. એટલે લોકો નું કહેવું છે દવા સારવાર બધું બરાબર છે પણ વેઇટિંગ પિરિયડ ઘટાડો.

વલસાડ,

વલસાડ નગરપાલિકા સંચાલિત ૩ કરોડનાં ખર્ચે તૈયાર મ્યુનીસીપલ હોસ્પિટલમાં પાલિકાની આળસ ને કારણે દર્દીઓ આવતા ખચકાય છે. પાલિકા દ્વારા નાયબ મુખ્ય પ્રધાન સામે દેખાડા કરવા માટે પાલિકા દ્વારા હોસ્પિટલનું ખોખું તૈયાર કરી દેવાયું પરંતુ પુરતો સ્ટાફ ન હોવાને કારણે અત્યાધુનિક હોસ્પિટલનાં અત્યાધુનિક સાધનો અને રૂમ હાલમાં ધૂળ ખાઈ રહ્યા છે. વલસાડ નગરપાલિકા સંચાલિત ૩ કરોડનાં ખર્ચે તૈયાર કરાયેલ ૧૦૦ બેડની નવનિર્મિત મ્યુનીસીપલ હોસ્પિટલ વર્ષોથી જરૂર એવા સર્જનો વગર જ ચાલી રહી છે. એટલુ જ નહિ પરંતુ સર્જનો સહિત અન્ય તબીબ સ્ટાફ મળી મંજુર ૭૧ જગ્યાઓ સામે ૪૮ જગ્યાઓ ખાલી છે. ત્યારે સરકારનાં પૈસે પાલિકા દ્વારા એક મસ મોટું ખોખું તૈયાર કરી દેવાયું છે જેમાં અત્યાધુનિક સાધનો પણ મૂકી દેવામાં આવ્યા છે પરંતુ જેતે સાધનો નો ઉપયોગ કરવામાં આવતો નથી. જો કે આ સમગ્ર મામલે પાલિકા દ્વારા કોઈ પણ નક્કર પગલા ન લેવાતા હાલ ગરીબ દર્દીઓ ખાનગી હોસ્પીટલોમાં જવા માટે મજબુર બન્યા છે.

સિદ્ધપુર,

પાટણ જિલ્લાનાં સિદ્ધપુર શહેરની હાર્દ સમી ગણાતી સિવિલ હોસ્પિટલનું આજે મંતવ્યની ટીમે રિયાલિટી ચેક કરતા આ હોસ્પિટલમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી હતી.

સિદ્ધપુર શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલને અંદાજે આઠ વર્ષ અગાઉ તે સમયનાં આરોગ્ય મંત્રી ડો. જય નારાયણ વ્યાસનાં અથાગ પ્રયાસો થકી કરોડોનાં ખર્ચે સિદ્ધપુર સિવિલને 350 બેડવાળી અત્યાધુનિક હોસ્પિટલ બનાવી હતી. તેમજ અત્યાધુનિક મશીનોની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાઈ હતી. પરંતુ ત્યારબાદ ધીરે ધીરે આ હોસ્પિટલમાંથી સરકાર દ્વારા કેટલાક મશીનો અન્ય સ્થળે ખસેડી લેવાયા હતા. ડોક્ટરો અને સ્ટાફની ઘટ ના કારણે વહીવટ કથળવા લાગ્યો હતો. જયારે અમારી ટીમે રિયાલિટી ચેક કરતા અહીં સ્વચ્છતાના નામે મીંડું જોવા મળી રહ્યું છે, અહીં સ્ટોરરૂમ તેમજ વોશ રૂમની હાલત અતિ ગંભીર જોવા મળી હતી અહીં આવતા દર્દીઓ સાજા થવા માટે આવે છે કે પછી બિમાર પડવા તેવું લોકો જણાવી રહ્યા હતા. જયારે ઠેર ઠેર પણ મસાલાની પિચકારીઓની ગંદકી તેમજ વોશરૂમમાં પાણીનાં નળ પણ ગાયબ છે, તો દર્દીઓ માટે મુકવામાં આવેલ કેટલાક પાણીનાં કુલરો પણ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે, જેના કારણે ઉનાળાની ગરમીમાં દર્દીઓને પાણી માટે મુશ્કેલી વેઠવી પડી રહી છે. જયારે હોસ્પિટલમાં દર્દીઓના બદલે શ્વાન ફરતા જોવા મળી રહયા છે. જયારે આ બાબતે જવાબદાર અધિકારીઓને પૂછતાછ કરવા જતા અધિકારીઓ દ્વારા મીડિયા સામે બોલવાની ના પાડી દોષનો ટોપલો એકબીજા પર ઢોળી રહ્યા હતા.