Not Set/ સતત ત્રીજા દિવસે વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ

પેટ્રોલ-ડીઝલના ભાવમાં દિવસેને દિવસે વધતા જ જાય છે. સતત ત્રીજા દિવસે ઓઈલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો કર્યો છે. કર્ણાટકની ચુંટણી પૂરી થયાના હજુ ગણતરી જ કલાકો થયા છે અને પેટ્રોલ 50 પૈસા અને ડીઝલ 64 પૈસા મોંઘુ થઇ ગયું છે. બુધવારના દિવસે પેટ્રોલ પર 15 પૈસાનો વધારો કરવામાં આવ્યો અને ડીઝલ પર 21 પૈસાનો વધારો […]

Top Stories India Trending Business
petrol 660 072615121052 051418101852 સતત ત્રીજા દિવસે વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ

પેટ્રોલ-ડીઝલના ભાવમાં દિવસેને દિવસે વધતા જ જાય છે. સતત ત્રીજા દિવસે ઓઈલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો કર્યો છે. કર્ણાટકની ચુંટણી પૂરી થયાના હજુ ગણતરી જ કલાકો થયા છે અને પેટ્રોલ 50 પૈસા અને ડીઝલ 64 પૈસા મોંઘુ થઇ ગયું છે. બુધવારના દિવસે પેટ્રોલ પર 15 પૈસાનો વધારો કરવામાં આવ્યો અને ડીઝલ પર 21 પૈસાનો વધારો કરવામાં આવ્યો.

આપણે મહાનગરોની વાત કરીએ તો પેટ્રોલમાં સૌથી વધારે ભાવ મુંબઈમાં થઇ ગયો છે. દિલ્લીમાં પેટ્રોલ 75.09 રૂપિયા પ્રતિલીટર અને ડીઝલમાં 66.56 રૂપિયા પ્રતિલીટર સુધી ભાવ થઈ ગયો છે.

પેટ્રોલના ભાવ પ્રતિલીટર.

મુંબઈ- 82.94 રૂપિયા.

કોલકાતા- 77.78 રૂપિયા.

ચેન્નઈ- 77.92 રૂપિયા.

દિલ્લી- 75.09 રૂપિયા.

ડીઝલના ભાવ પ્રતિલીટર.    

મુંબઈ- 70.87 રૂપિયા.

કલકત્તા- 69.02 રૂપિયા

ચેન્નઈ- 70.24 રૂપિયા.

દિલ્લી-  66.56 રૂપિયા.

કેમ વધી રહ્યા છે  ભાવ.

સિનીયર એનાલિસ્ટ અરૂણ કેજરીવાલનું માનવું છે કે પેટ્રોલ અને ડીઝલ પર લગભગ 4-5 રૂપિયા સુધી વધારો થશે. કારણકે ઓઈલ કંપનીઓ 19 દિવસ સુધી ભાવને હોલ્ડ પર રાખીને નુકશાન ઉઠાવી ચુકી છે. ક્રુડની વધેલી કિમતોથી પણ ઓઈલ કંપનીઓને ભારે નુકશાન પહોચ્યું છે. હવે ભરપાઇ કરવા માટે પેટ્રોલ-ડીઝલ મોંઘુ થાવનું નિશ્ચિત છે. દિલ્લીમાં પેટ્રોલ-ડીઝલ મોંઘુ થઇ શકે છે, પેટ્રોલ 76 રૂપિયા અને ડીઝલ 68 રૂપિયા સુધી મોંઘુ થઇ શકે છે.

ઓઈલ કંપનીઓએ કર્ણાટક ચુંટણીના લીધે 19 દિવસ સુધી પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ પણ બદલાવ નહોતો કર્યો. 24 એપ્રિલ પછી 14મેના રોજ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો.

પેટ્રોલ પ્રતિલીટર.

મુંબઈ- 82.56 રૂપિયા.

દિલ્લી- 74.80 રૂપિયા.

કોલકાતા- 75.90 રૂપિયા.

ચેન્નઈ- 77.61 રૂપિયા.

નોઇડામાં 76.02 રૂપિયા પેટ્રોલનો ભાવ છે. ફરીદાબાદમાં 75.61 રૂપિયા, ગુડગાંવમાં 75.34 રૂપિયા અને ગાઝીયાબાદમાં 75.90 પ્રતિલીટર રૂપિયા છે.

ડીઝલ પ્રતિલીટર.

મુંબઈ- 70.43 રૂપિયા.

દિલ્લી- 66.14 રૂપિયા.

કોલકાતા- 68.68 રૂપિયા.

ચેન્નઈ- 69.79 રૂપિયા.