Not Set/ આધ્યામિક ગુરુ ભૈયુજી મહારાજ પાસેથી ૪૦ કરોડ, ફ્લેટ અને કાર માગતી હતી એક યુવતી

ઇન્દૌર: આધ્યામિક ગુરુ એવા ભૈયુજી મહારાજના આત્મહત્યા કેસમાં ચાલી રહેલી પોલીસ તપાસમાં એક નવો વળાંક આવ્યો છે. રૂપિયા પાંચ કરોડની ખંડણી માંગવાના કેસમાં પકડાયેલા ભૈયુજી મહારાજના ડ્રાઈવરે એવી વાતનો ઘટસ્ફોટ કર્યો છે. જેના કારણે આત્મહત્યા કેસને બંધ કરવા જઈ રહેલી પોલીસને આ મામલે વધુ ઊંડા ઉતારવાની ફરજ પડી શકે છે. પાંચ કરોડની ખંડણી માગવાના આરોપમાં […]

Top Stories India
A Girl demands Rs. 40 crores, flat and car From spiritual guru Bhaiyuji Maharaj

ઇન્દૌર: આધ્યામિક ગુરુ એવા ભૈયુજી મહારાજના આત્મહત્યા કેસમાં ચાલી રહેલી પોલીસ તપાસમાં એક નવો વળાંક આવ્યો છે. રૂપિયા પાંચ કરોડની ખંડણી માંગવાના કેસમાં પકડાયેલા ભૈયુજી મહારાજના ડ્રાઈવરે એવી વાતનો ઘટસ્ફોટ કર્યો છે. જેના કારણે આત્મહત્યા કેસને બંધ કરવા જઈ રહેલી પોલીસને આ મામલે વધુ ઊંડા ઉતારવાની ફરજ પડી શકે છે.

પાંચ કરોડની ખંડણી માગવાના આરોપમાં ઝડપાયેલ ડ્રાઇવરે આધ્યામિક ગુરુ ભૈયુજી મહારાજની આત્મહત્યાના કેસની તપાસમાં એક નવો વળાંક આપ્યો છે.

આ ડ્રાઈવરે પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે, ભૈયુજી મહારાજના આશ્રમ સાથે સંકળાયેલી એક યુવતીએ ભૈયુજી મહારાજ પાસેથી રૂ.૪૦ કરોડ રોકડા, મુંબઈમાં ફોર બીએચકેનો ફલેટ, રૂ.૪૦ લાખની કાર અને પોતાના માટે મોટા કોર્પોરેટ હાઉસમાં નોકરીની માગણી કરી હતી.

આ યુવતીના ષડયંત્રમાં પરદા પાછળ ભૈયુજી મહારાજના જ બે ખાસ સેવાદાર પણ સંડોવાયેલા હોવાનું આ ડ્રાઈવરે પોલીસની પોલીસની પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું. તેણે વધુમાં જણાવ્યું હતું કે, આ યુવતી પોતાની પાસે રહેલા વીડિયો અને ઓડિયોને જાહેર કરવાની ભૈયુજી મહારાજને વારંવાર ધમકી આપતી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આધ્યામિક ગુરુ તરીકે ખ્યાતિપ્રાપ્ત પ૦ વર્ષીય ભૈયુજી મહારાજે આ ગત તા. ૧ર જૂન, ૨૦૧૮ના રોજ પોતાના નિવાસ સ્થાનમાં પોતાને જ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.

ઇન્દૌર પોલીસ આ ઘટનાને આત્મહત્યા માનીને કેસ બંધ કરવાની તૈયારી કરી રહી હતી, આ દરમિયાનમાં એમઆઈજી પોલીસ દ્વારા ભૈયુજી મહારાજના ડ્રાઇવર કૈલાસ પાટીલને નીવેશ બડજાત્યા પાસેથી રૂ.પાંચ કરોડની ખંડણી માગવાના આરોપમાં ઝડપી લીધો હતો.

એમઆઈજી પોલીસે કરેલી પૂછપરછમાં ડ્રાઈવર કૈલાસે એવો પર્દાફાશ કર્યો હતો કે, સૂર્યોદય આશ્રમના કેટલાક સેવાદારો સાથે મળીને એક યુવતી ભૈયુજી મહારાજને બ્લેકમેઇલ કરતી હતી અને તેના કારણે જ તેઓ ખૂબ તણાવમાં રહેતા હતા. આ યુવતીએ એક વાંધાજનક વીડિયો પણ ઉતારી લીધો હતો. આ યુવતીએ ભૈયુજી મહારાજના અંડરવેર પણ સંતાડી દીધા હતા અને તેનો ડીએનએ ટેસ્ટ કરાવવાની પણ ધમકી આપતી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ડ્રાઈવર કૈલાસ વર્ષ ર૦૦૪થી ભૈયુજી મહારાજની ગાડી ચલાવતો હતો. કૈલાસે એવો પણ પર્દાફાશ કર્યો હતો કે, ભૈયુજી મહારાજ મારી સામે જ કારમાં યુવતીઓ સાથે વાત કરતા હતા. સોનિયા, પલક, શાલિની, મલ્લિકા સહિત ૧ર યુવતીઓ સાથે ભૈયુજી મહારાજને આડા સંબંધો હતા. આ મહિલાઓમાં અન્ય રાજ્યની બે મહિલા આઈએએસનો પણ સમાવેશ થતો હતો.