અકસ્માત/ ભરૂચના ઝઘડિયામાં મહિલા વન કર્મીનું અકસ્માતમાં મોત,ઘટનાના દ્રશ્યો સામે આવ્યા

ગુજરાતમાં અકસ્માતના કેસો દિન-પ્રતિદિન વધી રહ્યા છે,ટ્રાફિક નિયમો નેવે મૂકીને જયારે વાહન ચાલકો વાહન હંકારતા હોય છે,ત્યારે અકસ્માતના કેસો ખુબ વધી જાય છે.

Top Stories Gujarat
2 9 ભરૂચના ઝઘડિયામાં મહિલા વન કર્મીનું અકસ્માતમાં મોત,ઘટનાના દ્રશ્યો સામે આવ્યા
  • ભરૂચના ઝઘડિયામાં મહિલા વન કર્મીનું અકસ્માતે મોત
  • ઝઘડિયાના નાનાસંજા ફાટક પાસે હાઈવા ચાલકે મોપેડ સવાર મહિલા વન કર્મીને લીધી અડફેટે
  • કેવડીયા બીટગાર્ડ તરીકે મહિલા વન કર્મી બજાવતી હતી ફરજ.
  • પોતાના ગામ4 દહેજ જતી વખતે બની ઘટના.
  • ઘટનાના LIVE દ્રશ્યો આવ્યા સામે

ગુજરાતમાં અકસ્માતના કેસો દિન-પ્રતિદિન વધી રહ્યા છે,ટ્રાફિક નિયમો નેવે મૂકીને જયારે વાહન ચાલકો વાહન હંકારતા હોય છે,ત્યારે અકસ્માતના કેસો ખુબ વધી જાય છે. ભરૂચમાંથી પણ હાલ અકસ્માતના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભરૂચના ઝઘડિયામાં મહિલા વન કર્મીનું અકસ્માતમાં મોત નિપજ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર નાનાસંજા ફાટક પાસે મોપેડ પર સવાર મહિલા વન કર્મીને વાહન ચાલકે હડફેટમાં લેતા ગમખ્વાર અકસ્મતા સર્જાયો હતો,તેમાં તેમનું મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના ઝઘટિયાના નાનાસંજા પાકે અકસ્માતમાં મહિલા વન કર્મીનું મોત નિપજ્યું છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.આ અકસ્માતના લાઇવ દ્રશ્યો પણ સામે આવ્યા છે .