awards/ વર્ષ 2020ના મધર ટેરેસા મેમોરિયલ એવોર્ડની જાહેરાત, જાણો ભારતમાંથી કોનું નામાંકન

હાર્મોની ફાઉન્ડેશન દ્વારા અમેરિકાના આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાંત ડો. એન્થની ફાઉચી, કેરળના આરોગ્ય પ્રધાન કે.કે. સેલ્જા, મહારાષ્ટ્રના ડીજીપી સંજય પાંડે અને અન્ય અગ્રણી વૈશ્વિક હસ્તીઓને 2020 માટે

Top Stories World
tereza

હાર્મોની ફાઉન્ડેશન દ્વારા અમેરિકાના આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાંત ડો. એન્થની ફાઉચી, કેરળના આરોગ્ય પ્રધાન કે.કે. સેલ્જા, મહારાષ્ટ્રના ડીજીપી સંજય પાંડે અને અન્ય અગ્રણી વૈશ્વિક હસ્તીઓને 2020 માટે મધર ટેરેસા મેમોરિયલ એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા છે. હાર્મોની ફાઉન્ડેશનના પ્રમુખ અબ્રાહમ મથાઇએ કહ્યું કે આ એવોર્ડ 2005 થી શરૂ થયો હતો. આ એવોર્ડ માટે, કોલકત્તાના મિશનરીઝ ઓફ ચેરિટિને આ વર્ષે કોવિડ -19 રોગચાળા દરમિયાન તેમના અવિશ્વસનીય યોગદાન માટે વૈશ્વિક સ્તરે ખ્યાતનામ હસ્તીઓને પસંદ કરવાની તક આપવામાં આવી છે.

Harmony Foundation - Mother Teresa Memorial Awards

Bodeli / કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરેલા ત્રણ કૃષિ કાયદાઓથી ખેડૂતોની આ…

અમેરિકાના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એલર્જી અને ઇન્ફેક્શીયસ ડીસીઝના નિર્દેશક ડોક્ટર ફાઉચી અને તેમના ટાસ્ક ફોર્સે કોરોનોવાયરસ રોગચાળાની તીવ્રતાને માન્યતા આપી હતી અને ફેસમાસ્ક, ક્વારન્ટાઇન અને સામાજિક અંતર જેવા ઉપાયોની શરૂઆત કરી. આ સંસ્થાએ રસીના સંશોધન માટે પણ ફાળો આપ્યો છે.કોવિડ પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને, આ એવોર્ડ 27 ડિસેમ્બરે સાંજે 6 વાગ્યે વર્ચુઅલ સમારોહમાં આપવામાં આવશે. ડોક્ટરથી પાદરી બનેલ ઇટાલીના 48 વર્ષીય ફાધર ફેબીયો સ્ટેવેનાન્જી, જે દેશના કોરોના પીડિતોની સેવા આપવા માટે તબીબી વ્યવસાયમાં પાછા ફર્યા છે, તેમને પણ આ એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા છે.

Pope Francis Will Make Mother Teresa A Saint : The Two-Way : NPR

admitted / સુપરસ્ટાર રજનીકાંતની તબિયત લથડી, હૈદરાબાદની એપોલો હોસ્પિટલમા…

આ ઉપરાંત ઇટાલીના ક્રિસ્ટિયન ફાકાસી અને એલેસેન્ડ્રો રોમીયોલી જેમણે તેમની કંપની ઇસિનોવા દ્વારા 3 ડી પ્રિન્ટરો પર પ્રોટોટાઇપ્સ બનાવ્યા. જેની વેન્ટિલેટર માટે યુઝ-એન્ડ-થ્રો વાલ્વના અમુક હિસ્સાનું નિર્માણ કરી શકાય. મહારાષ્ટ્રના ડીજીપી-હોમગાર્ડ સંજય પાંડેને, પ્રવાસી પોલીસકર્મીઓ માટે મુંબઇમાં પહેલું રાહત શિબિર ખોલવા બદલ, પોલીસ અધિકારીની કામગીરી સારી રીતે કરવા બદલ પુરસ્કાર આપવામાં આવશે. વિકાસ ખન્ના, કેરળના-64 વર્ષીય આરોગ્ય પ્રધાન શૈલજાને પણ આ એવોર્ડ આપવામાં આવશે.

Gujarat / એઇમ્સના ખાતમુહુર્ત માટે વડાપ્રધાન મોદીનું 31મી એ થઈ શકે છે ર…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…