Tokyo Paralympic/ ભાલા ફેકમાં દેવેન્દ્ર ઝાઝરીયા અને સુંદર સિંહ ગુર્જરે જીત્યા મેડલ

રાજસ્થાનનાં દેવેન્દ્ર ઝાઝરીયા અને સુંદર સિંહ ગુર્જરે જેવેલિન થ્રો (F46 કેટેગરી) માં બે મેડલ જીત્યા છે. દેવેન્દ્ર ઝાઝરીયાએ સિલ્વર મેડલ અને સુંદર સિંહે બ્રોન્ઝ મેડલ જીતી ભારતનું નામ ગર્વથી ઉંચુ કર્યુ છે.

Top Stories Sports
ગુર્જરે

રાજસ્થાનનાં દેવેન્દ્ર ઝાઝરીયા અને સુંદર સિંહ ગુર્જરે જેવેલિન થ્રો (F46 કેટેગરી) માં બે મેડલ જીત્યા છે. દેવેન્દ્ર ઝાઝરીયાએ સિલ્વર મેડલ અને સુંદર સિંહે બ્રોન્ઝ મેડલ જીતી ભારતનું નામ ગર્વથી ઉંચુ કર્યુ છે. આ સાથે ભારતે ટોક્યો પેરાલિમ્પિક્સમાં કુલ 7 મેડલ જીત્યા છે.

1 329 ભાલા ફેકમાં દેવેન્દ્ર ઝાઝરીયા અને સુંદર સિંહ ગુર્જરે જીત્યા મેડલ

આ પણ વાંચો – IPL 2021 / શું તમે જાણો છો IPL માં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થયેલા ખેલાડીઓ વિશે?

ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતનાં દેવેન્દ્ર ઝાઝરીયાએ સોમવારે ટોક્યો પેરાલિમ્પિક્સમાં પુરુષોની ભાલા ફેંક F46 ફાઇનલ ઇવેન્ટમાં 64.35 નાં શ્રેષ્ઠ થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે સુંદર સિંહ ગુર્જરે તે જ ઇવેન્ટમાં 64.01 નાં શ્રેષ્ઠ થ્રો સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ બંને ખેલાડીએ પેરાલિમ્પિક 2020 ગેમ્સમાં ભારતનાં કુલ મેડલની સંખ્યા સાત કરી દીધી છે. ઝાઝારિયાએ 60 મીટરથી વધુની બે સરેરાશ થ્રો સાથે ઇવેન્ટની શરૂઆત કરી હતી, પરંતુ પછી તેનો ત્રીજો થ્રો 64.35 મીટરનો બની ગયો, જેનાથી તેની મેડલની આશા વધી. ભારતીય પેરા-એથ્લીટનો ચોથો અને પાંચમો થ્રો ફાઉલ તરીકે નોંધાયો હતો અને છેલ્લો 61.23 મીટર નોંધાયો હતો.

1 330 ભાલા ફેકમાં દેવેન્દ્ર ઝાઝરીયા અને સુંદર સિંહ ગુર્જરે જીત્યા મેડલ

આ પણ વાંચો – Tokyo Olympics / અવની લાખેરા બની ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડમેડલ જીતનાર ત્રીજી ભારતીય મહિલા

સુંદરએ પણ ધીમી શરૂઆત કરી પરંતુ મેડલની રેસમાં પ્રવેશવાના તેના પાંચમાં પ્રયાસમાં 64 મીટરથી વધુનો થ્રો નોંધાવ્યો હતો. ફાઇનલમાં ત્રીજા ભારતીય ભાલા ફેંકનાર અજીત સિંહ ફાઇનલમાં 8 માં સ્થાને રહ્યા હતા. પેરાલિમ્પિક ગેમ્સનાં છઠ્ઠા દિવસે ભારતીય ખેલાડીઓએ 4 મેડલ જીતીને શાનદાર રમત દર્શાવી હતી. સૌથી પહેલા અવની લેખનાએ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પછી યોગેશે ડિસ્ક થ્રોમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ભારતે જેવેલિન થ્રોમાં પણ કમાલ કરી બતાવ્યુ હતુ, જ્યાં દેવેન્દ્ર ઝાઝરીયાએ સિલ્વર અને સુંદરએ બ્રોન્ઝ જીત્યો હતો.

દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેલાડીઓનાં તેમના પ્રદર્શનની પ્રશંસા કરતા તેમને અભિનંદન પાઠવ્યા હતા. ઝાઝરીયાને અભિનંદન આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું, આપણા સૌથી અનુભવી ખેલાડીઓમાંથી એકે સિલ્વર મેડલ જીત્યો. દેવેન્દ્ર સતત ભારતને ગૌરવ અપાવતા રહ્યા છે. તેમને તેમના ભવિષ્યનાં પ્રયાસો માટે શુભેચ્છાઓ.” આ સિવાય વડાપ્રધાન મોદીએ બ્રોન્ઝ વિજેતા સુંદર ગુર્જરને પણ અભિનંદન પાઠવ્યા.