Not Set/ ક્રુડ અને ઘટતો રૂપિયો: મોદી સરકાર માટે બનશે મુસીબત,૫ માં વર્ષે થશે પરીક્ષા

ક્રુડ તેલના વધતા ભાવ અને ડોલર સામે ઘટતા રૂપિયાએ મોદી સરકાર માટે એક પડકાર ઉભો કર્યો છે. રેટિંગ એજન્સી ક્રિસિલ મુજબ મોદી સરકાર માટે ૫ માં વર્ષમાં ભાવ વધારાની અસરને નિયંત્રણમાં રાખવા એ મોટી પરીક્ષા સમાન હશે. ક્રિસિલે રીપોર્ટમાં ઘણાં પડકારો દર્શાવ્યા છે. રેટિંગ એજન્સી ક્રિસિલે મોદી સરકારના ચાર વર્ષ પુરા થાવાના મૌકા પર એક […]

Top Stories Business
Fuel Tank ક્રુડ અને ઘટતો રૂપિયો: મોદી સરકાર માટે બનશે મુસીબત,૫ માં વર્ષે થશે પરીક્ષા

ક્રુડ તેલના વધતા ભાવ અને ડોલર સામે ઘટતા રૂપિયાએ મોદી સરકાર માટે એક પડકાર ઉભો કર્યો છે. રેટિંગ એજન્સી ક્રિસિલ મુજબ
મોદી સરકાર માટે ૫ માં વર્ષમાં ભાવ વધારાની અસરને નિયંત્રણમાં રાખવા એ મોટી પરીક્ષા સમાન હશે. ક્રિસિલે રીપોર્ટમાં ઘણાં
પડકારો દર્શાવ્યા છે.

રેટિંગ એજન્સી ક્રિસિલે મોદી સરકારના ચાર વર્ષ પુરા થાવાના મૌકા પર એક રીપોર્ટ જાહેર કર્યો છે. તેમાં અર્થવ્યવસ્થા ને લઈને મોદી
સરકાર સામેના પડકારોની વાત કરવામાં આવી છે. રીસીલે કહ્યું કે ૫ વર્ષમાં રોજગાર, વિદેશી નિવેશ અને મેન્યુફેક્ચરિંગ સ્તર પર
મોદી સરકારની પરીક્ષા થશે.

રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચાર વર્ષ દરમિયાન મોદી સરકાર માટે મોંઘવારી, જીડીપી અને નાણાકીય નુકશાન જેવા સ્તરે કોઈ મોટા પડકાર આવ્યા નહાતા. આ દરમિયાન નીતિ નીર્ધારકોએ એવા નિર્ણય લીધા જેનાથી મધ્ય અને લાંબા સમયમાં અર્થવ્યવસ્થાને ફાયદો પહોચી શકે.

ક્રિસિલે કહ્યું કે તેમ છતાં રોજગાર, ગ્રામીણ સંકટ, રોકાણ માટે બગડતો માહોલ, ઓછો ક્રેડીટ ગ્રોથ અને ઓછી નિકાસ ના કારણે
ઈકોનોમી સામે ઘણાં પડકારો ઉભા થયા છે. અને હાલમાં ક્રુડ તેલના ભાવમાં થઇ રહેલા વધારાથી હાલત વધારે બગડી છે. ક્રિસિલે
૨૦૧૯માં થવા જઈ રહેલી લોકસભા ચુંટણીઓ માટે કહ્યું કે આ હાલ વચ્ચે જોવાનું રહેશે કે સરકાર રાજકોષીય સ્તર પર કેટલું
સમજદારી પૂર્વક કામ કરે છે.

ક્રિસિલનું કહેવાનું છે કે આ ચાર વર્ષ દરમિયાન સરકારે મોંઘવારી બાબતે વધારે પડકારોનો સામનો નથી કરવો પડ્યો. આ દરમિયાન
સારા ચોમાસા અને ક્રૂડની ઓછી કિંમતોએ મોંઘવારી નિયંત્રણમાં રાખી હતી. પરંતુ હવે ક્રુડ જ સરકાર માટે સૌથી મોટો પડકાર બની
ગયું છે. આ કારણે જ દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે.

રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ દેશમાં મોંઘવારી વધારવાનું કામ કરી શકે છે.
બીજી બાજુ રૂપિયો પણ ડોલર સામે ઘટી રહ્યો છે. હાલમાં ૧ ડોલર સામે ૬૮ રૂપિયા છે. આનાથી મોદી સરકાર સામે ઘણા પડકારો
ઉભા થઇ શકે છે. આવામાં સરકારે પરિસ્થિતિ કાબુમાં લેવા માટે ખુબ મહેનત કરવી પડશે.