Train cancelled/ ભારે વરસાદના લીધે વડોદરા ડિવિઝનની 14 ટ્રેનો રદ

ભારે વરસાદના કારણે  ટ્રેન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે વડોદરા ડિવિઝનની 14 ટ્રેન રદ કરવામાં આવી છે.

Top Stories Gujarat
Train Cancelled ભારે વરસાદના લીધે વડોદરા ડિવિઝનની 14 ટ્રેનો રદ

હવામાન વિભાગની માહિતી મુજબ હાલ ઓફ Train Cancelled શ્યોર અને સાઈસર વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં હજુ પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાનો અનુમાન છે અને આવતીકાલથી ધીમે ધીમે વરસાદનું જોર ઘટશે.  ભારે વરસાદના કારણે  ટ્રેન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે વડોદરા ડિવિઝનની 14 ટ્રેન રદ કરવામાં આવી છે.

વલસાડ-વડોદરા પેસેન્જર ટ્રેન રદ કરાઈ છે. આ ઉપરાંત Train Cancelled વલસાડ પેસેન્જર સ્પેશયલ ટ્રેન રદ અને વડોદરા-દહાણુ રોડ સુપરફાસ્ટ ટ્રેનને પણ ભારે વરસાદના લીધે રદ કરાઈ છે. વડોદરા-દહાણુ રોડ સુપરફાસ્ટ ટ્રેન પણ રદ કરાઈ છે. દહાણુ રોડ-વડોદરા સુપરફાસ્ટ ટ્રેન પણ રદ કરાઈ છે. વલસાડ-વડોદરા સુપરફાસ્ટ ટ્રેન રદ કરાઈ છે. વિરાર-ભરૂચ એક્સપ્રેસ જે સુરત-ભરૂચ વચ્ચે રહેશે રદ કરાઈ છે. ભરૂચ-સુરત પેસેન્જર સ્પેશયલ ટ્રેન રદ કરાઈ છે.  સુરત-ભરૂચ પેસેન્જર સ્પેશ્યલ ટ્રેન રદ કરાઈ છે. વડોદરા-અમદાવાદ પેસેન્જર ટ્રેન રદ કરાઈ છે. અમદાવાદ-વડોદરા પેસેન્જર ટ્રેન રદ કરાઈ છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ ટ્રેન  પણ રદ કરાઈ છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા Train Cancelled અહેવાલો મુજબ આજે તારીખ પહેલી જુલાઇ 2023ના રોજ સવારે છ કલાકથી સાંજના છ કલાક દરમિયાન જુનાગઢ જિલ્લાના વીસાવદર તાલુકામાં 165 મિ.મી., ભેંસાણમાં 152 મિ.મી., વલસાડ જિલ્લાના વલસાડ તાલુકામાં 138 મિ.મી., પારડીમાં 136 મિ.મી., વપીમાં 131 મિ.મી જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય તાલુકાની વાત કરીએ તો, ધારીમાં 130 મિ.મી., અંકલેશ્વરમાં 125 મિ.મી.,  ભરૂચમાં 120 મિ.મી., ચીખલીમાં 115 મિ.મી., કપરાડામાં 115 મિ.મી., ધંધુકામાં 107 મિ.મી., ચુડામાં 106 મિ.મી., વલભીપુર તાલુકામાં 102 મિ.મી., જ્યારે અમદાવાદ શહેરમાં એ 102 મિ.મી. જેટલો વરસાદ નોંધાયો છે. આમ 14 જેટલા તાલુકાઓમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત વાંસદા અને જલાલપોર તાલુકામાં અનુક્રમે Train Cancelled 93 અને 92 મિ.મી., લીંબડી તથા મહુવા તાલુકામાં અનુક્રમે 90 અને 89 મિ.મી., લુણાવાડા અને ભાવનગરમાં અનુક્રમે 87 અને 83 મિ.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે બરવાળા અને તલાલામાં 80 મિ.મી. અને વઘઈ તથા વાલીયામાં ૭૯ મિ.મી. વરસાદ નોંધાયો છે.  રાજ્યના અન્ય તાલુકાઓ જેવા કે, નેત્રંગમાં 70 મિ.મી., ગણદેવીમાં ૬૯ મિ.મી., આણંદમાં 68 મિ.મી., કપડવંજમાં 67 મિ.મી., આહવા અને હાંસોટમાં 66 મિ.મી., શિહોરમાં 65 મિ.મી., ઓલપાડ અને ડેડિયાપાડામાં 62 મિ.મી. વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યના 19 જેટલા તાલુકામાં સરેરાશ બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે 45 તાલુકાઓમાં સરેરાશ એકથી બે ઈંચ સુધીનો વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે.

 

આ પણ વાંચોઃ Saurashtra-Hiran Dam/ સૌરાષ્ટ્રમાં ગીરનો હિરણ ડેમ ભરાવવાની તૈયારીમાંઃ નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ

આ પણ વાંચોઃ Dharoi Dam/ મહેસાણામાં ધરોઈ ડેમ ભરાવવાની તૈયારીમાઃ પાણીની નોંધપાત્ર આવક

આ પણ વાંચોઃ Twitter New Rules/ મસ્કે યૂઝર્સના ટ્વિટ પર લગાવી લિમિટ, ડેટા સ્ક્રેપિંગને વિપરીત કરવા માટે કરી જાહેરાત

આ પણ વાંચોઃ ક્રુઝનું લોકાર્પણ/ અમદાવાદને આજે મળશે નવું નજરાણું, સાબરમતી રિવરફ્રન્ટમાં CM ના હસ્તે તેનું લોકાર્પણ, જાણો શું છે વિગત

આ પણ વાંચોઃ Manipur Violence/ …હિંસા પાછળ મુખ્યમંત્રી બિરેન સિંહે કહ્યું- બધું પૂર્વ આયોજિત લાગે છે