એન્કાઉન્ટર/ લોકસભાની ચૂંટણી પહેલાં છત્તીસગઢમાં સુરક્ષાદળોને મોટી સફળતા, 18 નક્સલીઓને કર્યા ઠાર

લોકસભા ચૂંટણી 2024 પહેલા છત્તીસગઢથી એન્કાઉન્ટરના મોટા સમાચાર સામે આવ્યા છે.

Top Stories India Breaking News
YouTube Thumbnail 2024 04 16T184727.743 લોકસભાની ચૂંટણી પહેલાં છત્તીસગઢમાં સુરક્ષાદળોને મોટી સફળતા, 18 નક્સલીઓને કર્યા ઠાર

લોકસભા ચૂંટણી 2024 પહેલા છત્તીસગઢથી એન્કાઉન્ટરના મોટા સમાચાર સામે આવ્યા છે. કાંકેર જિલ્લામાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે ભારે ગોળીબાર થયો હતો. આ એન્કાઉન્ટરમાં પોલીસકર્મીઓએ 18 નક્સલીઓને ઠાર કર્યા છે. સાથે જ ત્રણ જવાનો પણ ઘાયલ થયા છે. સુરક્ષા દળોએ 18 નક્સલીઓના મૃતદેહ બહાર કાઢ્યા છે.

કાંકેર જિલ્લાના છોટાબેઠિયા પોલીસ સ્ટેશન વિસ્તારના જંગલોમાં મંગળવારે પોલીસકર્મીઓ અને નક્સલવાદીઓ વચ્ચે અચાનક ફાયરિંગ શરૂ થઈ ગયું. આ અથડામણમાં સુરક્ષા દળોને નક્સલવાદીઓએ પરાજય આપ્યો હતો. પોલીસકર્મીઓએ 18 નક્સલીઓને ઠાર કર્યા. તમામ નક્સલવાદીઓના મૃતદેહ પણ મળી આવ્યા છે. તેમજ સૈનિકોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, બીએસએફ અને જિલ્લા રિઝર્વ ગાર્ડની ટીમ નક્સલ વિરોધી અભિયાન હેઠળ જંગલ વિસ્તારમાં ગઈ હતી. આ દરમિયાન નક્સલવાદીઓએ છોટે બેઠિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમના પર આડેધળ ગોળીબાર શરૂ કરી દીધો હતો.

કાંકેર છત્તીસગઢની એક લોકસભા બેઠક છે, જેમાં 6 વિધાનસભા બેઠકો છે. આ જિલ્લો રાયપુર અને જગદલપુરની વચ્ચે આવે છે. કાંકેર જિલ્લો છેલ્લા કેટલાક સમયથી નક્સલી હિંસાથી પ્રભાવિત છે. કાંકેર લોકસભા સીટ માટે બીજા તબક્કામાં 26 એપ્રિલે મતદાન થશે. અગાઉ આ સંસદીય ક્ષેત્રમાં નક્સલવાદીઓ અને પોલીસકર્મીઓ વચ્ચે અથડામણ થઈ હતી.

એક વર્ષમાં 300થી વધુ નક્સલી હુમલા

ગત વર્ષે માર્ચમાં યોજાયેલા લોકસભા સત્રમાં ગૃહ મંત્રાલયે રિપોર્ટ આપ્યો હતો કે, છત્તીસગઢમાં 2022માં 305 નક્સલી હુમલા થયા હતા. તે પહેલા સરકારે સંસદમાં કહ્યું હતું કે, ફેબ્રુઆરી-2023 સુધીમાં (માત્ર બે મહિનામાં) છત્તીસગઢમાં નક્સલી હુમલામાં સાત જવાનો શહિદ થયા હતા. ડેટા મુજબ વર્ષ 2013થી 2022 દરમિયાન 10 વર્ષમાં છત્તીસગઢમાં ત્રણ હજાર 447 નક્સલી હુમલાઓ થયા છે, જેમાં કુલ 418 જવાનો શહિદ થયા છે. જ્યારે સુરક્ષા દળોએ 663 નક્સલીઓને ઠાર કર્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અયોઘ્યામાં રામનવમીની ઉજવણીને લઈને લેવાયો મહત્વનો નિર્ણય, રામમંદિરમાં 4 દિવસ VIP દર્શન રહેશે બંધ

આ પણ વાંચો:પટનામાં ક્રેન અને ઓટો વચ્ચે અથડામણ થતા 7 લોકોના થયા મોત, 1 ગંભીર હાલતમાં

આ પણ વાંચો:1 લાખની કિંમતના સ્કૂટર પર પોલીસે લગાવ્યો 1.36 લાખનો દંડ, કારણ જાણીને ચોંકી જશો

આ પણ વાંચો:વકીલને બૂમો પાડીને કેસ રજૂ કરવો પડ્યો ભરે, ન્યાયાધીશે કહ્યું-કારકિર્દી જોખમમાં….