સંકેત/ નરેશ પટેલ આપમાં નહીં જોડાય?, છેલ્લી ઘડીએ સહમતિ ન થઇ હોવાનું કારણ

ખોડલધામનાં પ્રમુખ નરેશ પટેલ આમ આદમી પાર્ટીમાં નહીં જોડાય તેવા સંકેત જણાઈ રહ્યા છે. છેલ્લી ઘડીએ સહમતિ ન થઇ હોવાનું કારણ જાણવા મળ્યું છે

Top Stories Gujarat Others
naresh

નરેશ પટેલ આપમાં નહીં જોડાય તેવા સંકેત
પંજાબના પાંચેય ઉમેદવારો કર્યા જાહેર
છેલ્લી ઘડીએ સહમતિ ન થઇ હોવાનું કારણ
પંજાબથી રાજ્યસભામાં જ નામ જાહેર થનારું હતું
ગુજરાતથી કોઇ નેતાને નહીં મોકલે આપ
હરભજનસિંહ, રાઘવ ચઢ્ઢાનું નામ સામેલ
સંદીપ પાઠક, અશોક મિત્તલનું પણ નામ જાહેર

ખોડલધામનાં પ્રમુખ નરેશ પટેલ આમ આદમી પાર્ટીમાં નહીં જોડાય તેવા સંકેત જણાઈ રહ્યા છે. છેલ્લી ઘડીએ સહમતિ ન થઇ હોવાનું કારણ જાણવા મળ્યું છે.આમ આદમી પાર્ટીએ પંજાબના પાંચેય ઉમેદવારો જાહેર કર્યા છે. પંજાબથી રાજ્યસભામાં જ નામ જાહેર થવાનું હતું. પરંતુ હવે ગુજરાતથી કોઇ નેતાને નહીં મોકલે આપ. હરભજનસિંહ, રાઘવ ચઢ્ઢાનું નામ સામેલ કરાયું. સંદીપ પાઠક, અશોક મિત્તલનું પણ નામ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો:કોંગ્રેસ બાદ હવે AAP ભાજપના ગઢમાં પ્રવેશવાની તૈયારીમાં, મંડીમાં કરશે રોડ શો

આપને જણાવી દઈએ કે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ખુલ્લા આમંત્રણ વચ્ચે નરેશ પટેલ રાજનીતિમાં ક્યારે જોડાશે તેવી ચર્ચા ગુજરાતના રાજકીય વર્તુળોમાં લાંબા સમયથી ચાલી રહી છે. ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ આગામી સમયમાં આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. તેવી સંકેતો વહેતા થયા હતા. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ હોળી બાદ શુભ દિવસોમાં 20 થી 30 માર્ચની વચ્ચે રાજકારણમાં આવવાની સત્તાવાર જાહેરાત કરી શકે તેવા સમાચાર મળ્યા હતા.

ઉલ્લેખનિય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાતની રાજનીતિમાં મોટી હલચલની શક્યતા સેવાઈ રહી છે. નરેશ પટેલે પણ કહ્યું હતું કે, તેઓ આગામી સમયમાં રાજકારણમાં જોડાવું કે નહીં તે અંગેનો નિર્ણય લેશે. જેને લઈને હવે ચર્ચા થઈ રહી છે કે, નરેશ પટેલની નજર પંજા પર નહીં પરંતુ પંજાબ પર છે. એટલે કે, નરેશ પટેલને આમ આદમી પાર્ટીમાંથી પંજાબમાંથી રાજ્યસભાના સાંસદ બનાવાઈ શકે છે. આમ, આમ આદમી પાર્ટી ગુજરાતના મોટા પાટીદાર નેતાને AAPમાં જોડી પાટીદાર મત અંકે કરી શકે છે.

21 માર્ચ પંજાબમાં રાજ્યસભામાં ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. માર્ચના અંતમાં પંજાબમાં રાજ્યસભાની પાંચ સીટ પર ચૂંટણી યોજાવાની છે. પાંચમાંથી 4 સીટ પર AAPની જીત લગભગ નક્કી છે.ત્યારે આજે આ તમામ નામ જાહેર થઈ ચુક્યા છે.જેમાં નરેશ પટેલનું નામ નથી. તેથી છેલ્લી ઘડીએ સહમતિ ન થઇ હોવાનું કારણ જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: બિરેન સિંહ આજે મણિપુરના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજરી આપશે

આ પણ વાંચો:સાહિલ પોટલો નામના બુટલેગરની હત્યા, મહિધરપુરા પોલીસ દોડતી થઈ