Not Set/ ત્રણ વર્ષે મળેલું સંતાન સુખ છીનવાઈ ગયું,દોઢ માસના બાળકને કૂતરાએ ફાડી ખાધું

એવું કહેવાય છે ને ઘણી વાર સુખ ક્ષણીક રહેતું હોય છે.રાજ્યમાં એક એવો બનાવ બન્યો છે જેમાં એક પરિવારને લાંબા સમય પછી મળેલું સુખ છીનવાઈ ગયું છે. સિધ્ધપુરમાં કૂતરાએ ઘોડિયામાંથી ખેંચી જઈ દોઢ માસના બાળકને ફાડી ખાધું હતું.આ પરિવારના ઘરે 3 વર્ષ પછી પારણું બધાયું હતું અને આજે જાણે બધું ઉજડી ગયું છે. સિદ્ધપુરના બ્રાહ્મણીયાપોળ […]

Top Stories Gujarat Others
arjn 2 ત્રણ વર્ષે મળેલું સંતાન સુખ છીનવાઈ ગયું,દોઢ માસના બાળકને કૂતરાએ ફાડી ખાધું

એવું કહેવાય છે ને ઘણી વાર સુખ ક્ષણીક રહેતું હોય છે.રાજ્યમાં એક એવો બનાવ બન્યો છે જેમાં એક પરિવારને લાંબા સમય પછી મળેલું સુખ છીનવાઈ ગયું છે.

સિધ્ધપુરમાં કૂતરાએ ઘોડિયામાંથી ખેંચી જઈ દોઢ માસના બાળકને ફાડી ખાધું હતું.આ પરિવારના ઘરે 3 વર્ષ પછી પારણું બધાયું હતું અને આજે જાણે બધું ઉજડી ગયું છે.

સિદ્ધપુરના બ્રાહ્મણીયાપોળ વિસ્તારમાં પરિવાર સાથે રહેતા  તેજસના દોઢ માસના પુત્રને સોમવારે સવારે 11:30 કલાકે માલીસ કર્યા બાદ માતા અને દાદીએ ઘરમાં અંદરના ભાગમાં ઘોડિયામાં સુવડાવ્યો હતો પણ ઘરનો દરવાજો ખુલ્લો રહી ગયો હતો.

આ દરમિયાન કોઈ રખડતું કૂતરુ ઘરમાં ઘુસી જઈ નવજાત બાળકને મોઢાથી ઉઠાવીને જતું રહ્યું હતું.કૂતરું બાળકને લઈને ઘરથી દૂર જતું રહ્યું હતું.

કૂતરાએ બાળકના કપાળ અને માથામાં બચકાંભરી લેતાં મોટા મગજને જીવલેણ ઇજાઓ થઇ હતી જેના લીધે મીનીટોમાંજ તેનું મૃત્યુ થયું હતું.

આ બાળકના માતા પિતાને સંતાન ન હોઇ બાધા આખડીઓ સાથે ટેસ્ટ ટ્યુબ ટેકનોલોજીનો સહારો લીધો હતો અને હજુ હમણાંજ દોઢેક માસ અગાઉ તેનો જન્મ થયો હતો. તેને લઇ સમગ્ર પરિવાર આનંદિત હતો ત્યારેજ આ ઘટના બનતાં પરિવાર, મહોલ્લાવાસીઓ સહીત શહેરીજનો હચમચી ઉઠ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.