Not Set/ સુરત- બીએસએનએલના કર્માચારીઓ હડતાળ પર

દેશભરમાં સરકારી દુરસંચાર કંપની બીએસએનએલના કર્મીઓ સાતમાં પગાર પંચના લાભોની માંગણી સાથે બે દિવસીય હડતાળ પર ઉતર્યા છે. છેલ્લા ઘણાં સમયથી પડતર પ્રશ્નોના મુદ્દે બીએસએનએલના કર્મચારીઓ લડત ચલાવી રહ્યા છે. જે તંત્રએ આંખ આડા કાન કરતાં આખરે કર્મચારીઓએ હડતાળનું સત્ર ઉગામ્યું છે. રાષ્ટ્રવ્યાપી આ હડતાળમાં દક્ષિણ ગુજરાતમાં કર્મચારીઓ પણ જોડાયા હતા. સુરતના કર્માચારીઓએ પણ હડતાળમાં […]

Top Stories

દેશભરમાં સરકારી દુરસંચાર કંપની બીએસએનએલના કર્મીઓ સાતમાં પગાર પંચના લાભોની માંગણી સાથે બે દિવસીય હડતાળ પર ઉતર્યા છે. છેલ્લા ઘણાં સમયથી પડતર પ્રશ્નોના મુદ્દે બીએસએનએલના કર્મચારીઓ લડત ચલાવી રહ્યા છે. જે તંત્રએ આંખ આડા કાન કરતાં આખરે કર્મચારીઓએ હડતાળનું સત્ર ઉગામ્યું છે.

રાષ્ટ્રવ્યાપી આ હડતાળમાં દક્ષિણ ગુજરાતમાં કર્મચારીઓ પણ જોડાયા હતા. સુરતના કર્માચારીઓએ પણ હડતાળમાં જોડાઈને વિરોધ વ્યકત કર્યો છે. કર્માચારીઓએ મંગળવારે સવારે પગારપંચના લાભોની માંગણી કરી સરકાર વિરુધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા.

આમ આજથી શરૂ થયેલી બે દિવસીય હડતાળથી બીએસએનએલની ટેલીફોન ઈન્ટરનેટ સર્વિસ, ઈ- બેંકીંગ સેવાઓ ખોટ ખાય તો તેને ફરી શરૂ કરવાની શકયતા ના હોવાથી વ્યાપક અસર થવાની શકયતાઓ જણાય છે.