Actor Salman Khan/ સલમાન ફાયરિંગ કેસમાં આરોપીના આપઘાતની તપાસ કરશે સીઆઈડી

આરોપી અનુજ થાપનની આત્મહત્યાને પગલે મચ્યો ખળભળાટ

Top Stories India

Mumbai News : સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગના કેસમાં આરોપી અનુજ થાપને આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે. આ બનાવની તપાસ હવે સીઆઈડીને સોંચી દેવામાં આવી છે. આરોપીને જીટી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જોકે ડોક્ટરે તેને મૃત ઘોષિત કર્યો હતો. સીઆડીની ટીમ પોલીસ કમિશનર ઓફિસના લોકઅપમાં પણ તપાસ માટે પહોંચી છે.

મુંબઈ પોલીસના જણાવ્યા મુજબ આરોપી અને શસ્ત્ર સપ્લાય કરનારા અનુદજ થાપને ફાંસી લગાવીને આપઘાત કર્યો હતો. તેણે લોકઅપના ટોલયેટની બીરી સાથે ચાદરનો ટૂકડો ભરાવીને ડોલ પર ચઢીને ગળાફાંસો ખાઈ લીધો હતો.

લોકઅપમાં લાગેલા સીસીટીવીમાં ઘણા સમય સુધી જ્યારે અનુજ ન દેખાતા ફરજ પર હાજર ગાર્ડ લોકઅપમાં ગયો હતો. જ્યાં તેણે થાપનને બેહોશ હાલતમાં જોયો હતો. તેને સારવાર અર્થે જીટી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોક નીપજ્યુ હતું.

મુબઈ પોલીસ કમિશનર ઓફિસમાં બનેલા જે લોકઅપમાં અનુજ થાપનને રાખવામાં આવ્યો હતો જે જ લોકઅપ બિલ્ડીંગમાં 26-11 ના હૂમલાના આતંકવાદી અજમલ કસાબ અને 1993 ના બ્લાસ્ટ કેસના આરોપીઓને પણ રખાયા હતા. આ કેસના મુક્ય આરોપી લોરેન્સ બિશ્નોઈની કસ્ટડી લેવાની તૈયારી પણ થઈ ગઈ હતી.

મુંબઈ પોલીસે 14 એપ્રિલના રોજ બાંદ્રા સ્થિત એક્ટર સલમાન ખાનના ઘર બહાર ગોલીબારની ઘટનાને લઈને મકોકા લાગુ કર્યો હતો. એક અધિકારીના જણાવ્યા મુજબ કથિત શૂટર વિક્કી ગુપ્તા(24) અને સાગર પાલ (21) સિવાય  સોનુ કુમાર ચંદર બિશ્નોઈ(37) અને અનુજ થાપન (32) સાથે સાથે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ઉપર પણ મકોકા લગાવાયો છે.

14 એપ્રિલ ના રોજ સલમાનના બાંદ્રા સ્થિત ઘરની બહાર આરોપીઓએ ફાયરિંગ કર્યું હતું. 16 એપ્રિલે ગુપ્તા અને પાલની પોલીસે ગુજરાતના ભૂજથી ધરપકડ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કોવિશિલ્ડ કેસ પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, અરજીકર્તાએ કરી આ માગ

આ પણ વાંચો:આઘાતના કારણે પીડિતા લાગી ગઈ સંભોગની લત, આવો મામલો જોઈને હાઈકોર્ટ પણ દંગ

આ પણ વાંચો:જાહેર સંપતિની વહેચણી એ કોઈ રમત નથી,જાણો સુપ્રીમ કોર્ટમા શું થઈ દલીલો

આ પણ વાંચો:કોવિશિલ્ડને લઈને રાહત, 10 લાખમાંથી માત્ર 7ને આડઅસર