Not Set/ અયોધ્યા કેસ/ સુપ્રિમ કોર્ટ દ્વારા આવતી કાલે આપવામાં આવશે ચૂકાદો

અયોધ્યા કેસ મામલે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અયોધ્યા – રામજન્મ ભૂમી અને બાબરી મસ્જીદ મામલે આવતી કાલે સુપ્રીમ કોર્ટ ચૂકાદો સંભાળશે તેવી વિગતો પ્રાપ્ત થઇ રહી છે. આપને જણાવી દઇએ કે, આ અઠવાડીયામાં સુપ્રીમ દ્વારા 6 જેટલા મહત્વનાં કેસનાં ચૂકાદા આપવામાં આવશે. 17 નવેમ્બરે સુપ્રીમ કોર્ટનાં ચીફ જસ્ટીશ રંજન ગોગોઇ નિવૃત થઇ […]

Top Stories
ayodha 2 69 1572851760 412020 khaskhabar અયોધ્યા કેસ/ સુપ્રિમ કોર્ટ દ્વારા આવતી કાલે આપવામાં આવશે ચૂકાદો

અયોધ્યા કેસ મામલે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અયોધ્યા – રામજન્મ ભૂમી અને બાબરી મસ્જીદ મામલે આવતી કાલે સુપ્રીમ કોર્ટ ચૂકાદો સંભાળશે તેવી વિગતો પ્રાપ્ત થઇ રહી છે. આપને જણાવી દઇએ કે, આ અઠવાડીયામાં સુપ્રીમ દ્વારા 6 જેટલા મહત્વનાં કેસનાં ચૂકાદા આપવામાં આવશે. 17 નવેમ્બરે સુપ્રીમ કોર્ટનાં ચીફ જસ્ટીશ રંજન ગોગોઇ નિવૃત થઇ રહ્યા હોય તેમની અધ્યક્ષતામાં ચાલેલા તમામ કેસનાં ચૂકાદા આગામી 17 નવેમ્બર પહેલા આવી જાય તેવી શક્યતા છે.

ત્યારે દેશને દશકોથી જે ચૂકાદાનો ઇન્તજાર હતો તે રામ જન્મભૂમી- બાબરી મસ્જીદનાં બહુ વિવાદીત કેસનો ચૂૂકાદો સુપ્રીમ કાલે જાહેર કરવા જઇ રહી છે. આપને જણાવી દઇએ કે, CJI દ્વારા આ મામલાની તૈયારી અને દેશમાં ચૂકાદા બાદ શાંતીનું વાતાવરણ કાયમ રહે તે માટે UPનાં ઉચ્ચ પોલીસ અને સુરક્ષા અધિકારીઓ સાથે બેઠક પણ યોજવામાં આવી હતી.

ત્યારે કાલે સામે આવી જશે કે વિવાદીત જગ્યા પર રામ મંદિર બનશે કે બાબરી મસ્જીદ ફરી જીવંત થશે….

 

જુઓ સમગ્ર અહેવાલ………..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.