Not Set/ વડોદરાની મહારાજા સયાજી રાવ હોસ્પિટલમાં શરૂ થઈ છે “મધર્સ મિલ્ક બેંક”

વડોદરા શહેર ફરી એકવાર વિરલ ઘટનાનું સાક્ષી બન્યું છે. જી હા વડોદરાની મહારાજા સયાજી રાવ ગાયકવાડ હોસ્પિટલમાં શરૂ થઈ છે મધર્સ મિલ્ક બેંક. જી હા, નામ પ્રમાણે જ આ બેંકમાં મહિલાઓના દૂધનો સંગ્રહ કરવામાં આવશે. અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ મધર્સ મિલ્ક બેંકમાં તંદુરસ્ત ધાત્રી મહિલાઓના દૂધને પેસ્ચ્યુરાઈઝ કરીને લેબોરેટરીમાં રાખવામાં આવશે. આ દૂધ ત્રણથી છ માસ સુધી […]

Gujarat Vadodara
Mothers Milk Bank વડોદરાની મહારાજા સયાજી રાવ હોસ્પિટલમાં શરૂ થઈ છે "મધર્સ મિલ્ક બેંક"

વડોદરા શહેર ફરી એકવાર વિરલ ઘટનાનું સાક્ષી બન્યું છે. જી હા વડોદરાની મહારાજા સયાજી રાવ ગાયકવાડ હોસ્પિટલમાં શરૂ થઈ છે મધર્સ મિલ્ક બેંક. જી હા, નામ પ્રમાણે જ આ બેંકમાં મહિલાઓના દૂધનો સંગ્રહ કરવામાં આવશે. અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ મધર્સ મિલ્ક બેંકમાં તંદુરસ્ત ધાત્રી મહિલાઓના દૂધને પેસ્ચ્યુરાઈઝ કરીને લેબોરેટરીમાં રાખવામાં આવશે.

Mothers Milk Bank.jpg1 વડોદરાની મહારાજા સયાજી રાવ હોસ્પિટલમાં શરૂ થઈ છે "મધર્સ મિલ્ક બેંક"

આ દૂધ ત્રણથી છ માસ સુધી ઉપયોગમાં લઈ શકાશે. અધૂરા માસે જન્મતા બાળક, જોડીયા બાળકો, ત્યજી દેવાયેલા બાળકો અને જે મહિલા પોતાના બાળકને સ્તનપાન કરાવવા અક્ષમ છે તેમને આ મધર્સ મિલ્કનું દૂધ ઉપયોગી થઈ પડશે.

જે મહિલાઓ પોતાના દૂધનું દાન કરવામાં માગતી હશે. તેને સૌપ્રથમ શારીરિક તપાસમાંથી પસાર થવું પડશે. મહિલાને કોઈ રોગ કે તકલીફ ન હોવાનું તપાસમાં સામે આવ્યા બાદ તે દૂધનું દાન કરી શકશે. આ મધર્સ મિલ્ક બેંકમાં જો વધુ દૂધ એકત્ર થયું તો અન્ય ખાનગી હોસ્પિટલને પણ વિના મૂલ્યે આ દૂધ આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.