Not Set/ હવામાન વિભાગાની આગાહી, આગામી દિવસોમાં વધશે ગરમીનું જોર

ગુજરાતમાં એક તરફ કોરોનાનાં કેસ વધી રહ્યા છે, અને બીજી તરફ તપતી ગરમીમાં પણ વધારો થઇ રહ્યો છે.

Top Stories Gujarat Others
cricket 28 હવામાન વિભાગાની આગાહી, આગામી દિવસોમાં વધશે ગરમીનું જોર
  • ગુજરાતમાં આગ ઓકતી ગરમીનો અહેસાસ
  • અમદાવાદમાં મહત્તમ 38.8 ડિગ્રી તાપમાન
  • વડોદરામાં 37.4 ડિગ્રી મહત્તમ તાપમાન
  • સુરતમાં 35.9 ડિગ્રી મહત્તમ તાપમાન
  • રાજકોટમાં મહત્તમ 38.5 ડિગ્રી તાપમાન
  • આગામી દિવસોમાં વધશે ગરમીનું જોર
  • ત્રણ દિવસ બાદ ગરમીનો પારો ઉંચકાશે
  • ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોચી શકે

ગુજરાતમાં એક તરફ કોરોનાનાં કેસ વધી રહ્યા છે, અને બીજી તરફ તપતી ગરમીમાં પણ વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં શિયાળાની વિદાય બાદ લોકો આગ ઓકતી ગરમીનો અહેસાસ કરી રહ્યા છે. રાજ્યનાં મોટાભાગનાં શહેરોનું તાપમાન 30 ડિગ્રીથી ઉપર નોંધાઇ રહ્યુ છે.

જમ્મુ-કાશ્મીર / શોપિયામાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા, 3 આતંકી ઠાર

ઉનાળાની શરૂઆતમાં જ ગરમીમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બપોરનાં સમયે લોકો ગરમીનો અહેસાસ કરી રહ્યા છે, તો વળી કેટલાક લોકો પંખા અને AC નો પણ સહારો લઈ રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આ ગરમીની શરૂઆત છે, હજુ આગામી દિવસોમાં ગરમીનું જોર વધશે. ત્રણ દિવસ બાદ ગરમીનો પારો ઉચકાશે. રાજ્યનાં અમદાવાદમાં મહત્તમ 38.8 ડિગ્રી તાપમાન, વડોદરામાં મહત્તમ 37.4 ડિગ્રી, સુરતમાં મહત્તમ 35.9 ડિગ્રી, રાજકોટમાં મહત્તતમ 38.5 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

અમદાવાદ / કોરોનાનાં વધતા કેસને જોતા જમાલપુર શાકમાર્કેટમાં આજથી ઓડ-ઇવન નિયમ લાગુ

આપને જણાવી દઇએ કે, ઉનાળો જેટલો આકરો કે અકારો હોય છે એટલો જ ઉપયોગી પણ હોય છે. એટલે કે ગરમીની આ બળતી સીઝનનાં અમુક ફાયદા પણ જાણવા જેવા છે. આખા વરર્ષમાં ઉનાળો એક જ એવી સીઝન છે, જેમાં પૃથ્વીનાં લોકોને સૌથી વધુ પ્રકાશ મળે છે. જો કે અસલ ગરમી બપોરનાં સમયે અનુભવાતી હોય છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ