અમદાવાદ/ માણેકચંદ ગુટખાના ડિસ્ટ્રીબ્યુટર પર IT રેડમાં કરોડથી વધુ રોકડ સીલ કરાઇ

અમદાવાદમાં આજે વહેલી સવારે ASTRAL કંપનીની કોર્પોરેડટ ઓફિસ અને રત્નમણી મેટલ્સનીઓફિસ પર IT વિભાગના અધિકારીઓની ટીમ ત્રાટકી હતી.

Top Stories Ahmedabad Gujarat
Untitled 294 9 માણેકચંદ ગુટખાના ડિસ્ટ્રીબ્યુટર પર IT રેડમાં કરોડથી વધુ રોકડ સીલ કરાઇ

અમદાવાદમાં ઇન્કમ ટેક્સ વિભાગે કંપનીઓ સામે લાલ આંખ કરી છે અને ગેરકાયદેસરની મિલકત તેમજ ગેરકાનૂની વ્યવહારો મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદની મોટી મોટી કંપનીઓમાં IT વિભાગના દરોડા પાડવામાં   આવ્યા  હતા  . જેમાં આજે સવારે અમદાવાદમાં 25 જગ્યાએ રેડ પાડવામાં આવી હતી. જેમાં ASTRAL અને રત્નમણિ મેટલ્સ પર IT વિભાગે દરોડા પાડ્યાં છે. આજે વહેલી સવારથી આ જ બે નામાંકિત ગ્રુપો પર અધિકારીઓએ સપાટો બોલાવ્યો હતો .

આ પણ વાંચો ;અમદાવાદ / ASTRAL અને રત્નમણિ મેટલ્સ પર IT વિભાગે દરોડા પડતાં 1 કરોડ રોકડા મળી આવ્યા

ત્યારે   ઇન્કમ ટેક્સ વિભાગે આજે જાણીતી કંપનીમાણેકચંદ ગુટખાના ડીલરને ત્યાં દરોડા પડયા હતા . જેમાં  આઈટી વિભાગ દ્વારા  7 કરોડથી વધુ રોકડ સીલ કરવામાં આવી છે . આ  ઉપરાંત 3 કરોડની કિંમતના દાગીના પણ સીલ કરાઇ છે . તેમજ ચેકિંગ દરમિયાન 100 કરોડના બેનામી વ્યવહાર પણ ઝડપાયા  હોવાનું જાણવા મળ્યું છે . તેમજ IT એ 14 અલગ અલગ જગ્યા પર કરી હતી ગત મંગળવારના રોજ કરવામાં આવી હતી જેમાં  આટલી રોડ તેમજ બેનામી સંપતિ મળી.

 આ પણ વાંચો ;રાજકોટ /  સંતકબીર રોડ પર આવેલા શંકર વિજય એન્ટરપ્રાઈઝને કોર્પોરેશન દ્વારા સીલ કરાયું