Not Set/ CM રૂપાણીએ યોજી સમીક્ષા બેઠક, કેરળમાં મેઘ તાંડવનો ભોગ બનેલા આપતિગ્રસ્તોની 10 કરોડ રૂપિયાની સહાય

અમદાવાદ, ભારતમાં ભગવાનનો પ્રદેશ કહેવાતા કેરળ રાજ્ય જેની પરિસ્થિતી ખુબ જ દયનીય બની છે. ઈશ્વરની ધરતી પર કુદરતે ભયંકર પ્રકોપ વરસ્યાવ્યો છે. કેરળના અનેક જિલ્લાઓમાં તૂફાની પૂરના કારણે લોકોની હાલ બેહાલ થયુ છે. મુખ્યપ્રધાન રૂપાણીએ તેમના નિવાસ સ્થાને તાત્કાલિક ધોરણે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈને, અસરગ્રસ્ત વિસ્તારો, ગામડાઓની હાલત વગેરેની સમીક્ષા […]

Top Stories Gujarat Trending
rain 31 CM રૂપાણીએ યોજી સમીક્ષા બેઠક, કેરળમાં મેઘ તાંડવનો ભોગ બનેલા આપતિગ્રસ્તોની 10 કરોડ રૂપિયાની સહાય

અમદાવાદ,

ભારતમાં ભગવાનનો પ્રદેશ કહેવાતા કેરળ રાજ્ય જેની પરિસ્થિતી ખુબ જ દયનીય બની છે. ઈશ્વરની ધરતી પર કુદરતે ભયંકર પ્રકોપ વરસ્યાવ્યો છે. કેરળના અનેક જિલ્લાઓમાં તૂફાની પૂરના કારણે લોકોની હાલ બેહાલ થયુ છે.

મુખ્યપ્રધાન રૂપાણીએ તેમના નિવાસ સ્થાને તાત્કાલિક ધોરણે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈને, અસરગ્રસ્ત વિસ્તારો, ગામડાઓની હાલત વગેરેની સમીક્ષા કરવા આ બેઠક યોજવામાં આવી હતી.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કેરળમાં મેઘ તાંડવનો ભોગ બનેલા આપતિગ્રસ્તોની સહાયતા માટે ગુજરાત તરફથી સંવેદના દર્શાવી 10 કરોડ રૂપિયાની સહાય મુખ્યમંત્રી રાહત નિધિ માંથી આપવાની માનવીય સંવેદના સ્પર્શી જાહેરાત કરી છે.

કેરળ 100 વર્ષોમાં સૌથી ભયંકર પૂરનો સામનો કરી રહ્યું છે. વીતેલા નવ દિવસમાં ભારે વરસાદ અને પૂરના કારણે 180 લોકોનાં મોત થયાં છે. જ્યારે મોનસૂનની સીઝનમાં મેથી અત્યાર સુધીમાં 324 લોકોએ જીવ ગુમાવ્યાં છે. રાજ્યના 12 જિલ્લાઓમાં 3.14 લાખ લોકો બેઘર થઇ ચૂક્યા છે. તેમને 1568 રાહત શિબિરોમાં રાખવામાં આવ્યા છે

આ રાજ્યોએ કરી આટલી મદદ 

તેલંગણા – 25 કરોડ (TRS)

દિલ્હી – 10 કરોડ (AAP)

કર્ણાટક – 10 કરોડ (INC / JDS)

પંજાબ – 10 કરોડ (INC)

આંધ્ર – 10 કરોડ (TDP)

ઓરિસ્સા – 5 કરોડ (BJD)

તમિલનાડુ – 5 કરોડ (AIADMK)

પોંડિચેરી – 2 કરોડ  (INC)

રાજ્યના અનેક વિસ્તારોમાં  હજુ ભારે વરસાદની આગાહી છે ત્યારે આ મામલે તંત્રની તૈયારીઓ કેવી છે, કુદરતી આપત્તિઓનો મુકાબલો કરવા શું યોજનાઓ છે તેની ચર્ચા કરવા માટે રાહત કમિશ્નર, મહેસુલ સચિવ, એનડીઆરએફ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.