Not Set/ Jio ગીગા ફાઈબર : આ હોઈ શકે છે પ્લાન્સ અને એનાં ભાવ

જીઓ ગીગા ફાઈબર બ્રોડબેન્ડ સર્વિસ ભારતમાં અંબાણી પરિવાર લાવી રહ્યું છે. આ સર્વિસનું હાલ તો ટેસ્ટીંગ ચાલી રહ્યું છે પરંતુ કંપનીએ કન્ફર્મ કર્યું છે કે જીઓ ગીગા ફાઈબર કનેક્શન પહેલાં ભારતનાં 1,100 શહેરમાં રોલ આઉટ કરવામાં આવશે. જીઓ ગીગા ફાઈબર માટેનું રજીસ્ટ્રેશન Jio.com પર ચાલુ થઇ ગયું છે. રિલાયન્સ Jio જે વિસ્તારમાંથી સૌથી વધુ રીક્વેસ્ટ […]

Top Stories India Tech & Auto Business
179734 jiogigafiber 1 Jio ગીગા ફાઈબર : આ હોઈ શકે છે પ્લાન્સ અને એનાં ભાવ

જીઓ ગીગા ફાઈબર બ્રોડબેન્ડ સર્વિસ ભારતમાં અંબાણી પરિવાર લાવી રહ્યું છે. આ સર્વિસનું હાલ તો ટેસ્ટીંગ ચાલી રહ્યું છે પરંતુ કંપનીએ કન્ફર્મ કર્યું છે કે જીઓ ગીગા ફાઈબર કનેક્શન પહેલાં ભારતનાં 1,100 શહેરમાં રોલ આઉટ કરવામાં આવશે.

જીઓ ગીગા ફાઈબર માટેનું રજીસ્ટ્રેશન Jio.com પર ચાલુ થઇ ગયું છે. રિલાયન્સ Jio જે વિસ્તારમાંથી સૌથી વધુ રીક્વેસ્ટ આવી હશે કનેક્શન માટે ત્યાં સૌથી પહેલાં સર્વિસ પૂરી પાડશે એટલે જો તમારા વિસ્તારમાંથી સૌથી વધુ કનેક્શન મેળવવા માટેની રીક્વેસ્ટ હશે તો તમને વહેલી તકે આ સર્વિસ મળી શકે છે.

jio Jio ગીગા ફાઈબર : આ હોઈ શકે છે પ્લાન્સ અને એનાં ભાવ
Jio GigaFiber: Here are the Expected plans and prices

આ હોઈ શકે છે જીઓ ગીગા ફાઈબર પ્લાન્સ :

Jio GigaFiber Rs. 500 plan : 1 મહિના માટે 300GB હાઈ સ્પીડ ડેટા 50Mbpsની ડાઉનલોડ સ્પીડ સાથે

Jio GigaFiber Rs. 750 plan : 1 મહિના માટે 450GB હાઈ સ્પીડ ડેટા 50Mbpsની ડાઉનલોડ સ્પીડ સાથે

Jio GigaFiber Rs. 999 plan : 1 મહિના માટે 600GB હાઈ સ્પીડ ડેટા 100Mbpsની ડાઉનલોડ સ્પીડ સાથે

Jio GigaFiber Rs. 1,299 plan : 1 મહિના માટે 750GB હાઈ સ્પીડ ડેટા 100Mbpsની ડાઉનલોડ સ્પીડ સાથે

Jio GigaFiber Rs. 1,500 plan : 1 મહિના માટે  900GB હાઈ સ્પીડ ડેટા 100Mbpsની ડાઉનલોડ સ્પીડ સાથે

રિલાયન્સ જીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ જીઓ ગીગા ફાઈબર પ્રિવ્યુ ઓફર આપશે જે મુજબ  બધાં નવા કનેક્શન પર કોમ્પલીમેન્ટરી રૂપે 3 મહિના માટે 100GB હાઈ સ્પીડ ડેટા 100Mbpsની ડાઉનલોડ સ્પીડ સાથે મળશે.