કેરળમાં રવિવારે રાત્રે એક મોટી વિમાન દુર્ઘટના ટળી હતી. કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એર એશિયાના એક વિમાને ટેક ઓફ કર્યા બાદ તરત જ ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. આ દરમિયાન વિમાનમાં સવાર લગભગ 168 લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે પ્લેનમાં ટેક્નિકલ ખામી આવી હતી.
બેંગલુરુ માટે વિમાને ઉડાન ભરી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર, કોચીથી બેંગલુરુ જતી એર એશિયાનું વિમાન કેરળના કોચીના કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી રવિવારે રાત્રે લગભગ 11 વાગ્યે ઉડાન ભરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે,ટેકઓફના થોડા સમય બાદ વિમાનને ફરી લેન્ડ કરવામાં આવ્યું હતું. એરલાઇન કંપની અને એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું કે વિમાનમાં હાઇડ્રોલિક સમસ્યા આવી હતી.
વિમાનમાં 168 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર હતા
અધિકારીઓએ જણાવ્યું છે કે વિમાનમાં 168 મુસાફરો અને લગભગ 6 ક્રૂ મેમ્બર સવાર હતા. બીજી તરફ મુસાફરોને આ બાબતની જાણ થતાં જ તેમના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે, કોઈ અનિચ્છનીય બનાવ સામે આવ્યો નથી. અધિકારીઓએ કહ્યું છે કે ઇમરજન્સી લેન્ડિંગ હોવા છતાં લેન્ડિંગ સુરક્ષિત રીતે કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: “પ્રતિભા”ની કસોટી..!/ કોણ છે અમદાવાદના નવા મેયર પ્રતિભા જૈન જાણો… પદ સાંભળ્યા બાદ આ હશે મોટો પડકાર
આ પણ વાંચો: સીએમ ‘સ્ટ્રાઇક’/ ડ્રગ્સના દૂષણ સામે ઝીરો ટોલરન્સની મુખ્યમંત્રીની તાકીદ
આ પણ વાંચો: 9/11 Attack/ અમેરિકાના ઈતિહાસમાં સૌથી ઘાતક આતંકવાદી હુમલો, એક જ ઝાટકે માર્યા ગયા 3000 લોકો