સીએમ 'સ્ટ્રાઇક'/ ડ્રગ્સના દૂષણ સામે ઝીરો ટોલરન્સની મુખ્યમંત્રીની તાકીદ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં ગુજરાત પોલીસની ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ છે. મુખ્યમંત્રીશ્રીએ આ કોન્ફરન્સમાં ડ્રગ્સના દૂષણ સામે ઝીરો ટોલરન્સ થી પેશ આવીને મૂળ સુધી પહોંચવા સ્પષ્ટ તાકીદ કરી હતી.

Top Stories Gujarat
For Vishal Jani 3 ડ્રગ્સના દૂષણ સામે ઝીરો ટોલરન્સની મુખ્યમંત્રીની તાકીદ

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને CM Conference ગાંધીનગરમાં ગુજરાત પોલીસની ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ છે. મુખ્યમંત્રીશ્રીએ આ કોન્ફરન્સમાં ડ્રગ્સના દૂષણ સામે ઝીરો ટોલરન્સ થી પેશ આવીને મૂળ સુધી પહોંચવા સ્પષ્ટ તાકીદ કરી હતી. તેની સાથે તેમણે સમાજને વ્યાજખોરોની ચુંગાલથી મુક્ત કરાવવા ભાર મૂક્યો છે.
સીએમે સ્પષ્ટપણે જણાવ્યું કે વરિષ્ઠ અધિકારીઓથી લઈને નાનામાં નાના પોલીસકર્મી સુધી સૌ પ્રજા હિત અને સમાજ જીવનની શાંતિ સલામતિ અને સુરક્ષા માટેની સમાન વિચારધારા સાથે કાર્યરત રહીને આ ક્રાઈમ કોન્ફરન્સના હેતુઓ સાકાર કરી શકાશે.
તેમણે દરેક વસ્તુમાં ક્રાઇમ અને ક્રાઈમને જોવાની આપણી CM Conference દ્રષ્ટિ બેયમાં બદલાવ લાવવાનો અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે રાજ્યમાં એવું વાતાવરણ બનાવીએ કે ક્રાઈમ રોકવા કરતા ક્રાઈમ થાય જ નહીં પોલીસ માત્ર કાયદો વ્યવસ્થા ની જાળવણી જ નહિ કોવિડ જેવા કપરા સમય માં જાનના જોખમે પણ પ્રજા ની સેવામાં ખડે પગે રહી છે તે માટે તેમણે અભિનંદન પાઠવ્યા હતા.

સ્વનિધિ યોજના અન્વયે જરૂરતમંદ લોકોને સહાય CM Conference જેવા અભિયાનથી સામાજિક જીવનમાં લોકોને પોલીસ પ્રત્યે આદરભાવ જાગ્યો છે. તેમણે કહ્યું કે તમે સારું કાર્ય કરો સરકાર તમારી પડખે ઊભી રહેવા તૈયાર છે. ગુજરાત વિકાસનું રોલ મોડલ અને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે તેમાં ગુજરાતની સંગીન કાયદો વ્યવસ્થાની સ્થિતિ એ ટીમ પોલીસને આભારી છે એમ તેમણે કહ્યું હતું
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદીના નેતૃત્વમાં દેશના અમૃત કાળમાં વિકસિત ભારત માટે સૌ સાથે મળીને વિકસિત ગુજરાતના નિર્માણમાં લીડ લઈએ તેવો અનુરોધ મુખ્યમંત્રીશ્રીએ સૌ પોલીસ અધિકારીઓને કર્યો હતો.
આ એક દિવસની કોન્ફરન્સમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ,ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય અને રાજ્યના શહેરોના પોલીસ કમિશનરશ્રીઓ, અધિક પોલીસ મહાનિદેશકશ્રીઓ, રેન્જ આઇ.જી તથા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીઓ અને ડીસીપીઓ પણ સહભાગી થયા છે.

 

આ પણ વાંચોઃ Breaking News/અમદાવાદને મેયર તરીકે મળી નવી ‘પ્રતિભા’ જૈન

આ પણ વાંચોઃ હુમલો/પોરબંદર લોકમેળામાં ઉશ્કેરાયેલા ટોળાએ ફાયર અધિકારી પર કર્યો જાનલેવા હુમલો

આ પણ વાંચોઃ માતાપુત્ર ડૂબ્યા/ડૂબતા પુત્રને બચાવવા માતાએ લગાવી છલાંગ, પણ બંનેના થયા મોત

આ પણ વાંચોઃ Children drowned/કચ્છમાં ચાર બાળકો નર્મદા કેનાલમાં ડૂબ્યા, બેના મૃતદેહ મળ્યા

આ પણ વાંચોઃ kidnap/સુરતમાં બે દી’ પહેલા અપહરણ થયેલા માસુમ બાળકની લાશ મળી, આટલા લાખની માગી હતી ખંડણી