kidnap/ સુરતમાં બે દી’ પહેલા અપહરણ થયેલા માસુમ બાળકની લાશ મળી, આટલા લાખની માગી હતી ખંડણી

બાળકની લાશ મળી આવતા પરિવાર માથે આભ તૂટી પડ્યું, પોલીસે આરોપીને ઝડપી પાડવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં

Gujarat Surat Trending
12 year old boy kidnapped from kadodara found dead in kamrej surat સુરતમાં બે દી' પહેલા અપહરણ થયેલા માસુમ બાળકની લાશ મળી, આટલા લાખની માગી હતી ખંડણી

સુરત: સુરતમાં બે દિવસ પહેલા પહેલા અપહરણ થયેલા બાળકની લાશ મળી આવતા પરિવાર માથે આભ તૂટી પડ્યું હતું. જ્યારે ઘટનાએ ભારે ચકચાર મચી જવા પામી હતી. પોલીસે આરોપીને ઝડપી પાડવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ સુરત પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો.

આ બનાવની મળતી માહિતી અનુસર, સુરતના કડોદરામાંથી આઠમી તારીખે રાતે 12 વર્ષ અને છ માસના બાળકનું અપહરણ થયુ હતુ. તે બાદ પિતાને આ અંગેની જાણ થતા તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો. અપહરણકારોએ બાળકના પિતા પાસે 15 લાખની ખંડણી માંગી હતી

પોલીસ ફરિયાદ બાદ પોલીસની અનેક ટીમો આ બાળકને શોધવામાં લાગી ગઇ હતી. પોલીસે 10થી વધુની ટીમ બનાવીને બાળકને શોધવાના પ્રયાસ શરૂ કર્યા હતા. જોકે, કોઇ સફળતા હાથ લાગી ન હતી.

આઠમી તારીખે 12 વર્ષના બાળકનું અપહરણ બાદ આજે બપોરે કામરેજના ઊંભળ ગામની ઝાડીઓમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો છે. આ બાળક કડોદરા પાસેથી ટ્યુશનથી ઘરે આવતો હતો તે સમયે તેનું અપહરણ થયું હતુ. અપહરણની જાણ થતાની સાથે બાળકના પિતાએ પોલીસમાં આ અંગેની ફરિયાદ કરી હતી. આજે બપોરે બાળકનો મૃતદેહ મળતા આખા પરિવાર સહિત પંથકમાં શોકની લાગણી છવાઇ છે.