રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વિચીત્ર ડ્રામા જોવામાં આવ્યો, જી હા, કોરોનાનાં એક દર્દીએ સિવિલ હોસ્પિટલમાં ધમાલ મચાવી હતી. કોઇ ફિલ્મી સીનનું ફિલ્માંકન થઇ રહ્યુ હોય તે પ્રકારે એક કોરોનાગ્રસ્ત દર્દી હોસ્પિટલની લોબીમાં દોડા -દોડી અને હંગામો મચાવતો જોવામાં આવ્યો. મજાની કહો કે દુખની કહો પણ ધમાલીયા માહોલમાં સિવિલ મેડિકલ સ્ટાફ અને પોલીસ ધમાલ મચાવી દોડાદોડી કરતા દર્દીની પાછળ PPE કીટ પહેરીને પકડવા માટે આમ તેમ ભાગતી જોવામાં આવી હતી.
અંતે PPE કીટ પહેરી મેડિકલ સ્ટાફ અને પોલીસે દર્દીને કાબુમાં લઇ આગવી ઢબે સરભરા નહીં પરંતુ સારવાર કરી. આ દરમિયાન દર્દીએ કોવિડ હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફને ગાળો પણ ભાંડી હોવાની વિગતો સામે આવી રહી છે. જો કે, સારવારની સાથે સાથે પોલીસ દ્વારા તોફાની દર્દીની સરભરાનું કામ પણ અંતે કરવામાં આવ્યુ હતું અને દર્દી સામે પોલીસે ગુન્હો નોંધવાનું કહેતા દર્દીની શાન ઠેકાણે આવી ગઇ હતી અને ગાંડપણ યુક્ત દર્દીએ ગાંડપણ મુક્ત રીતે સારવાર કરાવી લીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
