Not Set/ PM મોદી અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ કર્યું દુનિયાની સૌથી મોટી મોબાઈલ ફેક્ટરીનું ઉદ્ઘાટન

નોઇડા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઇને ઉત્તરપ્રદેશના નોઇડા ખાતે બનેલી દુનિયાની સૌથી મોટી મોબાઈલ ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું છે. દુનિયાની અગ્રણી સ્માર્ટફોન નિર્માતા કંપની સેમસંગ દ્વારા નોઇડા ખાતેની ફેક્ટરીનું વિસ્તરણ કરવામાં આવ્યું છે અને આ માટે સેમસંગ દ્વારા ૪૯૧૫ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. South Korean President Moon Jae-in and PM Narendra […]

Top Stories India Trending
Dhqh6JiXUAE4 Dh PM મોદી અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ કર્યું દુનિયાની સૌથી મોટી મોબાઈલ ફેક્ટરીનું ઉદ્ઘાટન

નોઇડા,

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઇને ઉત્તરપ્રદેશના નોઇડા ખાતે બનેલી દુનિયાની સૌથી મોટી મોબાઈલ ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું છે. દુનિયાની અગ્રણી સ્માર્ટફોન નિર્માતા કંપની સેમસંગ દ્વારા નોઇડા ખાતેની ફેક્ટરીનું વિસ્તરણ કરવામાં આવ્યું છે અને આ માટે સેમસંગ દ્વારા ૪૯૧૫ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે.

ભારતમાં સેમસંગ અત્યારસુધી ૬.૭ કરોડ સ્માર્ટફોન બનાવી રહી હતી, જો કે હવે આ નવો પ્લાન્ટ શરુ થયા બાદ અંદાજે ૧૨ કરોડ મોબાઈલનું ઉત્પાદન થવાની સંભાવના છે.

આ ફેક્ટરીના ઉદ્ઘાટન બાદ પીએમ મોદીએ કહ્યું,

“આ કંપની દ્વારા જ્યાં રોજગારીના અવસર ઉભા થશે સાથે સાથે આ યુનિટ મેક ઇન ઇન્ડિયાના પ્રોજેક્ટને પણ ગતિ આપશે”.

આ યુનિટના ઉદ્ઘાટન સમયે આવવું મારા માટે સૌભાગ્યની વાત છે.

૫ હજાર કરોડ રૂપિયાનું આ રોકાણ સેમસંગની સાથે સાથે બંને દેશો વચ્ચેના સંબંધોમાં પણ મજબૂતી લાવશે.

ભારતમાં ભાગ્યે જ કોઈ એવો પરીવત હશે, જ્યાં દક્ષિણ કોરિયાઈ કંપનીના પ્રોડ્કટ ન હોય. આજે ભારતમાં લગભગ ૪૦ કરોડ સ્માર્ટફોનની ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ કંપનીની સાથે દેશમાં મેક ઇન ઇન્ડિયાને પણ ગતિ મળશે અને દુનિયામાં મોબાઈલ મેન્યુફેક્ચરિંગ મામલે ભારત બીજા નંબરે પહોચી ગયું છે.

દેશમાં મોબાઈલ કંપનીની સંખ્યા ૨થી વધીને ૧૨૦ પહોચી ગઈ છે, જેમાં ૫૦ થી વધુ કંપનીઓ માત્ર નોઈડામાં જ છે.

આ કંપનીના ઉદ્ઘાટન બાદ ૪૦ લાખથી વધુ યુવાનોને પરોક્ષ રીતે રોજગાર મળશે.

આ યુનિટ દ્વારા એક મહિનામાં ૧ કરોડ મોબાઈલ ફોનનું મેન્યુફેક્ચરિંગ થશે, જેમાં ૩૦ ટકા સ્માર્ટફોનની નિકાસ કરવામાં આવશે.

દુનિયાની સૌથી મોટી કંપનીના ઉદ્ઘાટન પહેલા પીએમ મોદી અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂને મેટ્રોની સફર માની હતી અને સેમસંગના આ પ્લાન્ટમાં પહોચ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે જૂન મહિનામાં દક્ષિણ કોરિયાઈ કંપની સેમસંગ દ્વારા નોઈડામાં પોતાના પ્લાન્ટને વિસ્તૃત કરવા માટે ૪૯૧૫ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું, ત્યારે હવે એક વર્ષ બાદ કંપની પોતાનું ઉત્પાદન બે ગણું કરવા જઈ રહી છે.

ભારતમાં સેમસંગ અત્યારસુધી ૬.૭ કરોડ સ્માર્ટફોન બનાવી રહી હતી, જો કે હવે આ નવો પ્લાન્ટ શરુ થયા બાદ અંદાજે ૧૨ કરોડ મોબાઈલનું ઉત્પાદન થવાની સંભાવના છે.

આ નવો પ્લાન્ટ શરુ થવાની સાથે મોબાઈલની સાથે સાથે અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકારનો જેવા કે રેફ્રિજરેટર અને ફ્લેટ પેનલવાળા ટેલિવિઝનનું ઉત્પાદન પણ બેગણું થઈ જશે.