Not Set/ અમદાવાદ : દબાણ હટાવ ઝુંબેશ માટે સરકારે ફાળવી બે એસઆરપી ટુકડી

તંત્રની દબાણ હટાવ ઝુંબેશમાં કડક પોલીસ બંદોબસ્ત હેઠળ શહેરભરમાં વ્યાપક કામગીરી કરાતાં તેને નાગરિકોએ પણ ઉમકળાભેર આવકારી હતી, પરંતુ સત્તાવાળાઓની તોડફોડ સામે ભેદભાવના આક્ષેપ ઊઠતાં ખુદ મ્યુનિ. કમિશનર દ્વારા સામાન્ય લોકો હેરાન ન થાય તેવી અધિકારીઓને તાકીદ કરાતાં બાર દિવસમાં ઝુંબેશ સ્થગિત થઇ હતી. હવે રોડ પરનાં દબાણ હટાવતી વખતે ફરીથી દબાણ કરાયું તેવું તંત્રના […]

Ahmedabad Gujarat Trending
ahmedabad1 અમદાવાદ : દબાણ હટાવ ઝુંબેશ માટે સરકારે ફાળવી બે એસઆરપી ટુકડી

તંત્રની દબાણ હટાવ ઝુંબેશમાં કડક પોલીસ બંદોબસ્ત હેઠળ શહેરભરમાં વ્યાપક કામગીરી કરાતાં તેને નાગરિકોએ પણ ઉમકળાભેર આવકારી હતી, પરંતુ સત્તાવાળાઓની તોડફોડ સામે ભેદભાવના આક્ષેપ ઊઠતાં ખુદ મ્યુનિ. કમિશનર દ્વારા સામાન્ય લોકો હેરાન ન થાય તેવી અધિકારીઓને તાકીદ કરાતાં બાર દિવસમાં ઝુંબેશ સ્થગિત થઇ હતી.

65346721 અમદાવાદ : દબાણ હટાવ ઝુંબેશ માટે સરકારે ફાળવી બે એસઆરપી ટુકડી

હવે રોડ પરનાં દબાણ હટાવતી વખતે ફરીથી દબાણ કરાયું તેવું તંત્રના ધ્યાનમાં આવશે તો રોડ પરના કાચા-પાકા શેડ સહિતના બાંધકામ તેમજ લારી-ગલ્લાના દબાણને દૂર તો કરાશે, પરંતુ આ મામલે જે તે દબાણકાર પાસેથી પેનલ્ટી પણ વસૂલવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે.

આ ઉપરાંત પોલીસ સત્તાવાળાઓ દ્વારા મ્યુનિસિપલ તંત્રને ગેરકાયદે દબાણહટાવતી વખતે સલામતી માટે અનેક વાર બંદોબસ્ત ફાળવી ન શકાતો હોઇ રાજ્ય સરકારે બે એસઆરપી ની ટુકડી પણ ફાળવી છે.