News/ કોરોના ગાઈડલાઈનનું ઉલ્લઘન કરતા ૧૫ ઈસમો સામે નડિયાદ પોલીસની કાર્યવાહી

સતત વધતાં કોરોના કેસની સામે નડિયાદવાસીઓની વધી રહેલી બેદરકારી પણ સામે આવી રહી છે. કારણ કે, જાહેરનામાનો ભંગ કરનાર લોકોની સંખ્યા સતત વધી રહ્યો છે. જેને ગંભીરતાથી લેવાની જરૂર છે. કારણ કે, નડિયાદમાં સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે.ત્યારે નડિયાદમાં લોકો લગ્ન પ્રસંગોમાં જમણવારીનો લાભ લેવામાં વ્યસ્ત જોવા મળી રહ્યાં છે.   મળતી માહિતીનુસાર, નડિયાદ […]

Gujarat
Gujarat Police Logo કોરોના ગાઈડલાઈનનું ઉલ્લઘન કરતા ૧૫ ઈસમો સામે નડિયાદ પોલીસની કાર્યવાહી

સતત વધતાં કોરોના કેસની સામે નડિયાદવાસીઓની વધી રહેલી બેદરકારી પણ સામે આવી રહી છે. કારણ કે, જાહેરનામાનો ભંગ કરનાર લોકોની સંખ્યા સતત વધી રહ્યો છે. જેને ગંભીરતાથી લેવાની જરૂર છે. કારણ કે, નડિયાદમાં સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે.ત્યારે નડિયાદમાં લોકો લગ્ન પ્રસંગોમાં જમણવારીનો લાભ લેવામાં વ્યસ્ત જોવા મળી રહ્યાં છે.

 

મળતી માહિતીનુસાર, નડિયાદ તાલુકામાં ગત રોજ જાહેરનામાનો ભંગ કરનાર 15 લોકો સામે ફરિયાદ નોંધવવામાં આવી છે. જે પૈકી 5 ફરિયાદ નડિયાદ રેલવે પોલીસ, 3 રૂરલ પોલીસ, 4 નડિયાદ ટાઉનમાં અને 3 નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.

 

નડિયાદ રૂરલમાં બે ફરિયાદ લગ્ન પ્રસંગમાં 50 કરતાં વધુ લોકોને એકઠાં કરવા બાબતે નોંધવામાં આવી છે. આમ, એક તરફ નડિયાદમાં કોરોના સંક્રમણના આંકડા સતત વધી રહ્યાં છે, ત્યારે લોકો પોતાની બેદરકારી અને મૂર્ખામીનું પ્રદર્શન કરતાં જોવા મળે છે.જેનું પરિણામ આગળ જતાં નુકસાનકારી સાબિત થઈ શકે છે. જે સૌએ સમજવાની જરૂર છે.