નિધન/ અમદાવાદનાં રેન્જ IG કેસરીસિંહ ભાટીનું નિધન

અમદાવાદનાં રેન્જ IG કેસરીસિંહ ભાટીનું નિધન

Top Stories Ahmedabad Gujarat
indonesia 15 અમદાવાદનાં રેન્જ IG કેસરીસિંહ ભાટીનું નિધન

@ભાવેશ રાજપૂત, અમદાવાદ 

અમદાવાદ રેન્જ આઈજી તરીકે ફરજ બજાવતા IPS કેસરીસિંહ ભાટીનું રવિવારો બપોરે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જેને કારણે પોલીસ બેડામાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે. કેસરીસિંહ ભાટી તેમની કામ કરવાની શૈલીના કારણે પોલીસ ડિપાર્ટમેન્ટમાં આગવી ઓળખ ધરાવતા હતા.

કેસરીસિંહ ભાટીનો જન્મ વર્ષ 1963 માં થયો હતો. તેઓ 1999 બેચના આઇપીએસ (ઇન્ડિયન પોલીસ સર્વિસ)ના અધિકારી હતા. તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાત રાજ્યના અનેક શહેરોમાં તથા ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ મહત્વના હોદ્દા પર ફરજ બજાવી હતી. તેમના કાર્યકાળ દરમિયાન તેમની કાર્યશૈલીના વખાણ કરાતા હતા.

કેસરીસિંહ ભાટી હાલ અમદાવાદ રેંજ આઇજી તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તે પહેલા તેઓ વડોદરા શહેરના જોઇન્ટ પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવી ચુક્યા છે. જુલાઇ- 2020 ના રોજ આઇપીએસ અધિકારીઓની સાગમટે બદલી કરવામાં આવી હતી. જેમાં કેસરીસિંહ ભાટીને અમદાવાદના આઇજી તરીકે મુકવામાં આવ્યા હતા. કેસરીસિંહ ભાટીને લીવર તથા પેન્ક્રીયાઝ સંબંધિત તકલીફ ઉપડતા તેઓને તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન રવિવારે બપોરે તેમનું નિધન થયું હતું.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો