Not Set/ વધતા જતા સંક્રમણને લઈને ગુજરાતના આ શહેરોની બજારો રહેશે બંધ

ગુજરાતમાં કોરોના કેસ દિનપ્રતિદિન વધતા જોવા મળી રહ્યા છે.લોકોમાં કોરોનાનું સંક્રમણ સતત વધતું જોવા મળી રહ્યું છે.લોકોમાં સંક્રમણ સતત વધતા લોકો સ્વયં લોકડાઉન કરી રહ્યા છે. જીવન જરૂરિયાત ચીજવસ્તુ સિવાય બાકી ની સેવાઓ બંધ કરવામાં આવી રહી છે. જેમને  લઈને આવતી કાલથી  સાબરકાંઠાના ઇડરમાં મામલતદાર અને પોલીસની અધ્યક્ષતામાં મિટીંગ યોજાઈ હતી જેમાં કોરોના સંક્રમણ વધતાં […]

Gujarat Others
Untitled 187 વધતા જતા સંક્રમણને લઈને ગુજરાતના આ શહેરોની બજારો રહેશે બંધ

ગુજરાતમાં કોરોના કેસ દિનપ્રતિદિન વધતા જોવા મળી રહ્યા છે.લોકોમાં કોરોનાનું સંક્રમણ સતત વધતું જોવા મળી રહ્યું છે.લોકોમાં સંક્રમણ સતત વધતા લોકો સ્વયં લોકડાઉન કરી રહ્યા છે. જીવન જરૂરિયાત ચીજવસ્તુ સિવાય બાકી ની સેવાઓ બંધ કરવામાં આવી રહી છે.

જેમને  લઈને આવતી કાલથી  સાબરકાંઠાના ઇડરમાં મામલતદાર અને પોલીસની અધ્યક્ષતામાં મિટીંગ યોજાઈ હતી જેમાં કોરોના સંક્રમણ વધતાં વેપારી એસો.દ્વારા નિર્ણય લેવાયો કે આજ થી આવતી કાલ થી તમામ દુકાનો બંધ રહેશે.જો દુકાનો ચાલુ રહેશે તો તેમની સામે દંડની કાર્યવાહી કરાશે.

વધતા જતા સંક્રમણને લઈને મહુવામાં વેપારી એસોસિયન દ્વારા લેવામાં આવ્યો નિર્ણયકે મહુવામાં  5 દિવસ બજારો બંધ રહેશે.શહેરની દૂધ અને મેડીકલ સિવાયની તમામ દુકાનો બંધ રહેશે.

વલસાડમાં વધતા જતા સંક્રમણને લઈને વેપારી એસોસિયન દ્વારા  આજ થી 24 એપ્રિલ સુધી બપોરે 2 વાગ્યા બાદ તમામ દુકાનો સંપૂર્ણપણે  બંધ રહેશે. આ ઉપરાંત અમરેલી જીલ્લાના ચમારડીગામમાં  વધતા જતા સંક્રમણને લઈને બપોરે 2 વાગ્યા બાદ તમામ દુકાનો બંધ રખાશે.આ ઉપરાંત ગામમાં આવતા ફેરૈયાઓની અવર-જવરમાં પ્રતિબંધ લગાવ્યો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…